શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. શનિદેવ વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. જો તમારી કુંડળીમાં શનિની સ્થિતિ નબળી હોય તો વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમજ સારા કર્મો કરનારા લોકો પર શનિદેવ હંમેશા પ્રસન્ન રહે છે. જો તમારી જન્મ કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં હોય કે તમે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય, તો તમે શનિ જયંતિના દિવસે કેટલાક ઉપાયો કરી શકો છો. જેનાથી તમને શનિની સાડાસાતી, ઢૈયા અને મહાદશામાં પણ રાહત મળશે.
ક્યારે છે શનિ જયંતિ?
જીંડુ પંચાંગ અનુસાર, આ વર્ષે 6 જૂને શનિ જયંતિ ઉજવવામાં આવશે. જણાવી દઈએ કે જેઠ મહિનાની અમાસની તિથિની શરૂઆત 5 જૂન, 2024ના રોજ સાંજે 07:54 વાગ્યે થઈને સમાપન 6 જૂન, 2024ના રોજ સાંજે 06:07 વાગ્યે થશે.
શનિ જયંતીના રોજ કરો આ કામ
શનિ જયંતીના દિવસે સાંજે ઘરના મુખ્ય દરવાજે સરસવના તેલનો દીવો પ્રગટાવો. જેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમના પ્રકોપથી રાહત મળે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિ જયંતીના દિવસે પીપળાના ઝાડ પર 5 સરસવના તેલના દીવા પ્રગટાવો. આવું કરવાથી જીવનમાં અચાનક આવતી સમસ્યાઓથી છુટકારો મળશે.
શનિ જયંતીના દિવસે પીપળાના ઝાડ સામે કે શનિ મંદિરમાં જઈને શનિ ચાલીસાનો પાઠ કરો. આવું કરવાથી વ્યક્તિ પર શનિ દેવની કૃપા વર્ષે છે અને તેમના દોષોથી મુક્તિ મળે છે.
શાસ્ત્રો અનુસાર, શનિ જયંતીના દિવસે છાયા દાન કરવું જોઈએ. જેના માટે લોખંડની વાટકીમાં સરસવનું તેલ અને એક સિક્કો મુકો. હવે તેમાં તમારું મુખ જોઈને કટોરી સહીત કોઈ શનિ મંદિરમાં દાન કરી દો અથવા કોઈ જરૂરતમંદને દાન કરી દો. જેનાથી તમને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે.
શનિ જયંતીના દિવસે સાંજે કાળા કૂતરાને સરસવનું તેલ ચોપડેલી રોટલી ખવડાવવી જોઈએ. આવું કરવાથી શનિ દોષ દૂર થવાની સાથે જીવનની તમામ સમસ્યાઓ દૂર થઇ જાય છે અને આવનારું સંકટ ટળી જાય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)