હિંદુ ધર્મમાં દરેક મહિનાનું વિશેષ મહત્વ છે. તેવી જ રીતે હનુમાનજીની પૂજા માટે જ્યેષ્ઠ માસને મહત્વનો માનવામાં આવે છે. આ મહિનામાં આવતા તમામ મંગળવાર મોટો મંગળ અથવા બુધવા મંગળ તરીકે ઓળખાય છે.
આ પરંપરા લખનૌ શહેરથી શરૂ થયેલી છે. લખનૌમાં દર વર્ષે પૂર્ણ વિધિ સાથે આ પરંપરા જાળવી રાખવામાં આવે છે. ત્યારે આ વર્ષે 28મી મેથી મોટો મંગળ શરૂ થઈ રહ્યું છે. લખનૌ શહેરના તમામ હનુમાન મંદિરોને સુશોભિત કરવાનું કામ શરૂ થઈ ગયું છે.
આ વખતે મોટો મંગળ 28મી મેથી ઉજવવામાં આવશે. આ વખતે ચાર મોટો મંગળ હશે. બીજો મોટો મંગળ 4 જૂને થશે. ત્રીજો મોટો મંગળ 11 જૂને અને ચોથો મોટો મંગળ એટલે કે છેલ્લો મોટો મંગળ 18 જૂને આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ વખતે ભક્તોને મોટો મંગળનો વિશેષ લાભ મળશે. તમામ મોટા મંગળ આ વખતે ખૂબ જ શુભ છે.
એવું કહેવાય છે કે, લખનૌમાં મોટા મંગળની શરૂઆત અવધના છેલ્લા નવાબ નવાબ વાજિદ અલી શાહે કરી હતી. નવાબ વાજિદ અલી શાહ પણ હનુમાનજીના ભક્ત હોવાનું કહેવાય છે. અલીગંજના હનુમાન મંદિર પર દેખાતો ચંદ્ર આ વાતની સાક્ષી આપે છે.
તમને જણાવી દઈએ કે, મોટો મંગળના પર્વ પર લખનૌના દરેક ચોક અને શેરીમાં ભંડારાનું આયોજન કરવામાં આવે છે. હનુમાન મંદિરોમાં સવારથી મોડી રાત સુધી ભક્તો પૂજા અર્ચના કરે છે. દાદાને પ્રસાદ ચડાવી મનોકામના માંગે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)