શિક્ષક : ‘મનિયા ! ચાલ જોઈએ,
દાખલો આપી સમજાવ કે ઘટના અને
દુર્ઘટનામાં શું ફરક હોય છે ?’
મનિયો : ‘સાહેબ !
નિશાળમાં એકાએક આગ લાગી જાય
તો એ ઘટના કહેવાય અને જો તમે તેમાં
જીવતા બચી જાવ તો દુર્ઘટના કહેવાય.’
😅😝😂😜🤣🤪
પપ્પા : ‘મનિયા ! તને તારી પ્રતિજ્ઞા યાદ છે ?
તે મને કહ્યું હતું કે સ્કૂલમાંથી છૂટયા પછી
રસ્તામાં નહિ રોકાઉં,
રમવા માટે ક્યાંય નહિ અટકું,
સીધો ઘરે આવીશ, પણ તું જો એમાં ભૂલ કરે
તો મારા હાથનો માર ખાવો, એવું નક્કી કર્યું હતું.’
મનિયો : ‘હા, પપ્પા !
હું મારી પ્રતિજ્ઞા ભૂલી ગયો હતો, હવે તમે પણ
તમારી પ્રતિજ્ઞા ‘જો મારી ભૂલ થાય ત્યારે
મારવાની હતી’ તે ભૂલી જાવ.’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)