મનિયો : ‘સાહેબ !
મારું દરરોજ દસ વાગે માથું ખુબ જ તપે છે.’
ડોક્ટર : ‘લે આ ગોળીઓ ! દરરોજ સવારે નવ વાગે
આમાંથી એક ગોળી ખાલી લેજે.’
મનિયો : ‘પણ સાહેબ !
ગોળી ખાવાથી તો એ સીધી જ પાણી સાથે પેટમાં જશે,
પછી માથાનો દુખાવો દુર કેવી રીતે થશે ?’
ડોક્ટર : ‘જો એક બે ગોળી ખાધા પછી પણ
તારો માથાનો દુખાવો દુર નહિ થાય તો હું
તારા માથામાં ડ્રીલ મશીન વડે એક કાણું પાડીને
ગોળી અંદર નાખી દઈશ, સમજ્યો ?
હવે જા મારું માથું ન ખા.’
😅😝😂😜🤣🤪
એક માણસ રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો.
એ વખતે મનિયો એક ઘરના દરવાજા પાસે ઊભો હતો
અને બેલનું બટન દબાવવા માટે હાથ ઉપર કરી
પ્રયત્ન કરી રહ્યો હતો,
પણ એનો હાથ બટન સુધી પહોચતો ન હતો.
એ માણસને મનિયા પર દયા આવી એટલે
એણે તરત બટન દબાવી આપ્યું પછી પૂછ્યું :
‘હવે શું કરવું છે ?’
મનિયો હસી પડ્યો અને બોલ્યો :
‘હવે તમારે જે કરવું હોય તે કરો, હું તો ભાગીશ !
કારણ કે હમણાં જ પોપટલાલ લાકડી લઈને
નીચે ઊતરશે અને દરવાજો ખોલવા માટે
બટન દબાવનારને ધોઈ નાખશે.’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)