fbpx
Sunday, January 19, 2025

અક્ષય તૃતીયા પર બુધ ગ્રહ બદલશે રાશિ, આ રાશિના જાતકોને થશે આર્થિક લાભ

વૈદિક પંચાંગ અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાની તિથિ પર અક્ષય તૃતીયા ઉજવવામાં આવે છે. આ દિવસ અતિ શુભ ગણાય છે. આ વર્ષે અક્ષય તૃતીયા 10 મે 2024 ના રોજ ઉજવાશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 10 મે 2024 ના રોજ ઘણા શુભ યોગ પણ બની રહ્યા છે. 

જ્યોતિષ ગણના અનુસાર આ વર્ષે 10 મે ના રોજ બુધ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે. બુધનું રાશિ પરિવર્તન 4 રાશિઓ માટે શુભ ફળ આપનાર સાબિત થશે. આ રાશિ પરિવર્તનથી આ 4 રાશિઓ માટે પ્રગતિના યોગ સર્જાઈ રહ્યા છે. આ 4 રાશિઓ કઈ કઈ છે ચાલો તે પણ જાણીએ. 

વૃષભ

બુધનું રાશિ પરિવર્તન વૃષભ રાશિનો આત્મવિશ્વાસ વધારશે. નોકરી અને વેપારની સમસ્યાઓ દુર થશે. વેપારનો વિસ્તાર થશે. જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને પ્રમોશન મળી શકે છે. આ ઉપરાંત પગારમાં પણ વધારો થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. આવકના સોર્સ બનશે અને અટકેલું ધન પરત મળશે. 

મિથુન

દાંપત્યજીવનની સમસ્યાઓ દુર થશે. જીવનસાથીના સ્વાસ્થ્યમાં સુધારો થશે. વેપારમાં ફાયદો થશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિના યોગ છે. આવક વધશે. પારિવારિક સંબંધ મજબૂત થશે. જે લોકોના લગ્ન નથી થયા તેમના માટે સંબંધ આવી શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. મન પ્રસન્ન રહેશે. 

કન્યા

કન્યા રાશિના જાતકોની માનસિક સ્થિતિ સુધરશે. સ્ટ્રેસથી રાહત મળશે. નોકરીમાં ટ્રાંસફર થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં નવી તકો પ્રાપ્ત થશે. આ અવસર ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે. આવકના નવા સોર્સ બનશે. નવી સંપત્તિ કે વાહનના માલિક બની શકો છો. દાંપત્યજીવનમાં મધુરતા આવશે. જીવનસાથીનો સહયોગ મળશે.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના લોકો નવું વાહન ખરીદી શકે છે. બિઝનેસ કરતા લોકોને નફો થશે. લવ લાઈફ સુધરશે. પાર્ટનરનો ભરપુર સહયોગ મળશે. જે લોકો સિંગલ છે તેમને પાર્ટનર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. લાંબા સમયની મનોકામના હવે પૂર્ણ થશે. 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles