શરીરને હેલ્થી રાખવા માટે પોષક તત્વોવાળો ખોરાક જરૂરી છે. જો બોડીમાં પોષક તત્વોની કમી થઈ જાય તો અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. જેમાં પ્રોટીનની અછતના કારણે તો શરીરને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પ્રોટીનની કમીને દૂર કરવા સમાન્ય રીતે મટન,ચિકન,ઈંડા જેવા ખોરાક લેવાનું લોકો દ્વારા કેહવામાં આવે છે. પરંતુ આજે અમે તમને એવા વેજીટેરિયન ફૂડ વિશે જણાવીશું જેમાંથી તમે નોનવેજ કરતા પણ વધારે પ્રોટીન મેળવી શકો છો.
સોયાબીન
સોયાબીનમાં પ્રોટીનની માત્રા હાઈ હોય છે. જે લોકો વેજીટેરિયન છે તેમના માટે સોયાબીન પ્રોટીન માટે બેસ્ટ ઓપ્શન છે. જે લોકો ઈંડા પણ નથી ખાતા તેમના માટે સોયાબીન પ્રોટીનનો સારો સોર્સ છે. તેમાં પ્રતિ 100 ગ્રામે 36 ગ્રામ પ્રોટીન હોય છે.
ડેરી પ્રોડક્ટ
જે લોકો વેજીટેરિયન છે તેમના માટે ડેરી પ્રોડક્ટને ડાયટમાં સામેલ કરવી ખૂબ જરૂરી છે. દૂધ, દહીં, પનીર, ઘી, સહિતમાં પ્રોટીન સારા એવા પ્રમાણમાં હોય છે. તેનું સેવન કરવાથી પ્રોટીનનું લેવલ જળવાઈ રહે છે.
દાળ
દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદકારક છે. તેમાં પ્રોટીન સહિત અનેક પોષક તત્વ સામેલ હોય છે. એક કટોરી દાળમાં 12 ગ્રામ પ્રોટીન હોય છે. દાળમાં રહેલા ગુડ બેક્ટેરિયા હેલ્થ માટે ફાયદાકારક સાબીત થાય છે.
મગફળી
મગફળીનું સેવન કરવાથી શરીરમાં પ્રોટીનનું લેવલ જળવાઈ રહે છે. કેમકે તેમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન હોય છે. એક કપ મગફળીમાં 41 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે. આ સિવાય તેમાં કેલ્શિયમ, ફાયબર, પોટેશિયમ, આયરન જેવા તત્વો પણ હોય છે.
બ્રોકલી
આ સિવાય બ્રોકલીની ગણતરી પણ હાઈ પ્રોટીન ફૂડમાં થાય છે. તેના એક પીસમાં લગભગ 4 ગ્રામ પ્રોટીન હોય છે. જેથી વેજીટેરિયન લોકો માટે આ ફૂડથી પ્રોટીનની ભરપાઈ કરી શકે છે. તેમાં બીજા વિટામિન અને મિનરલ્સ પણ હોય છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)