શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડુ રાખે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. તેમાં કેલરીનું પ્રમાણ ઘણું ઓછું છે. આ સિવાય શેરડીના રસમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે એસિડિટી, કમળો અને એનિમિયા જેવા રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. તે પાચન તંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો તમે શેરડીના રસનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ કે શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક છે.
ડાયાબિટીઝ માટે ફાયદાકારક :શેરડીનો રસ શરીરમાં ગ્લુકોઝનું સ્તર નિયંત્રિત કરે છે. કુદરતી ગળપણ ધરાવે છે જે ડાયાબિટીઝના દર્દી માટે ફાયદાકારક છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તેનું વધુ પડતું સેવન ન કરો. જો તમને કમળાની સમસ્યા હોય તો શેરડીનો રસ પીવો. આ રસ લીવર માટે ખૂબ જ ફાયદાકારક છે. લીવરને સુધારવામાં મદદ કરે છે અને તેનાથી સંબંધિત રોગોને દૂર રાખે છે.
રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે :શેરડીનો રસ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે વાયરલ ઇન્ફેક્શન સામે રક્ષણ કરવામાં પણ મદદ કરે છે.
વજન ઘટાડવામાં મદદ કરે છે : શેરડીના રસમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત કરે છે જેથી હૃદય સ્વસ્થ રહે.
ગ્લોઇંગ સ્કિન : શેરડીનો રસ ખીલથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. તેમાં સુક્રોઝનું પ્રમાણ વધારે છે જે ઇજાના ઘાને મટાડવામાં મદદ કરે છે. આ સિવાય તે ત્વચાના કાળા ડાઘ દૂર કરે છે અને ઝેરી પદાર્થને દૂર કરવાનું કામ કરે છે.
હાડકાં મજબૂત રાખે છે : શેરડીના રસમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ અને ફોસ્ફરસ હોય છે જે હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)