કર્મફળના દાતા અને ન્યાયના દેવતા શનિદેવ સૌથી ધીમી ગતિથી ચાલતા ગ્રહ ગણાય છે. શનિદેવ દરેકને તેમના કર્મો મુજબનું ફળ આપે છે. તેઓ એ રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. આવામાં એક જ રાશિમાં ફરીથી ગોચર કરીને આવવામાં તેમને 30 વર્ષનો સમય લાગી જાય છે. અત્રે જણાવવાનું કે શનિએ વર્ષ 2023માં પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં પ્રવેશ કર્યો હતો. આ રાશિમાં તેઓ 2025 સુધી રહેશે. મૂળ ત્રિકોણ રાશિમાં આવવાથી શનિએ શશ નામના રાજયોગનું પણ નિર્માણ કર્યું છે. આ યોગને પંચમહાપુરુષ યોગોમાંથી એક માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ કુંડળીમાં જ્યારે શશ રાજયોગ ત્યારે બનાવે જ્યારે તે લગ્ન કે ચંદ્રમાથી પહેલા, ચોથા, સાતમા કે પછી દસમા ભાવમાં તુલા, મકર, અને કુંભ રાશિમાં સ્થિત હોય. આ યોગના બનવાથી કેટલીક રાશિના જાતકો પર સકારાત્મક પ્રભાવ પડે છે. અનેક રાશિઓને લોટરી લાગી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે…
વૃશ્ચિક
આ રાશિના ચોથા ભાવમાં આ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવામાં આ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહી શકે છે. આ સાથે જ મે માસથી આ રાશિના જાતકોને અપાર ધનસંપત્તિ મળી શકે છે. કરિયર ક્ષેત્રની વાત કરીએ તો તમારા પગારમાં વધારો થશે. આ સાથે જ પ્રગતિના પણ એંધાણ છે. કરિયરમાં સારો સમય શરૂ થયો છે. સ્વાસ્થ્ય સારું રહેશે. રાજનીતિના ક્ષેત્રમાં પણ પોતાનું એક વર્ચસ્વ સ્થાપિત કરો. શનિના દુષ્પ્રભાવ આ રાશિના જાતકોના જીવન પર ઓછા પડશે.
તુલા
તુલા રાશિના જાતકો માટે શશ રાજયોગ ખુશીઓ લાવશે. આ રાશિના જાતકોના લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે. વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની લાલસા રાખી બેઠેલા વિદ્યાર્થીઓને પણ સફળતા મળી શકે છે. લગ્નજીવનમાં ખુશીઓ આવશે. આ સાથે જ સંતાન પ્રાપ્તિ પણ થઈ શકે છે. વાહન, સંપત્તિ કે પછી ઘર ખરીદવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. ભાગ્યનો ભરપૂર સાથ મળશે. કરિયરમાં અપાર સફળતાના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યમાં પણ ધીરે ધીરે સુધારો જોવા મળશે.
કુંભ
આ રાશિના જાતકો માટે શશ રાજયોગ સોને પે સુહાગા જેવું કામ કરશે. આ રાશિના જાતકોને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું પૂરું થઈ શકે છે. નોકરી બદલવાનું વિચારતા હોવ તો આ સમયગાળામાં પૂરું થઈ શકે છે. વરિષ્ઠ અધિકારીઓ અને સહકર્મીઓનો સાથ મળશે. બિઝનેસ કરતા હશો તો પણ પૂરેપૂરા લાભ મળી શકે છે. કોર્ટ કચેરીના કેસોમાં સફળતા મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)