fbpx
Friday, January 10, 2025

વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર, આ રાશિના લોકોનું ઉઘડી જશે ભાગ્ય, જાણો કોણે રાખવાની રહેશે સાવધાની

આવતીકાલે એટલે કે 14 મેના રોજ શુક્રની રાશિ વૃષભમાં સૂર્યનું ગોચર થશે. સૂર્યના આ રાશિ પરિવર્ટગનની અસર બધી જ 12 રાશિઓ પર જોવા મળશે. જેમાં કેટલીક રાશિઓના જાતકોને સરકારી નોકરી અને આર્થિક ઉન્નતિ પ્રાપ્ત થશે, જ્યારે કેટલીક રાશિઓના જાતકોએ સાવધાન રહેવું પડશે. કારણ કે સૂર્યનું રાશિ પરિવર્તન તેના કરિયર અને સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પાડી શકે છે.

જણાવી દઈએ કે, સૂર્ય દેવ 14 મેથી 15 જૂન સુધી વૃષભ રાશિમાં જ રહેશે. જાણો સૂર્યનું ગોચર તમામ 12 રાશિઓ પર કેવી અસર પાડશે.

મેષ

સૂર્ય ગોચારથી તમને ધન લાભ થશે અને આવકના નવા રસ્તા ખુલી શકે છે. તમે 14 મે બાદ તમારા પેશનને જ કરિયર બનાવી શકો છો. કરિયરમાં તમે વધુ મહત્વાકાંક્ષી રહેશો અને લોકોને તમારું નવું રૂપ જોવા મળશે. નોકરી અને બિઝનેસની દ્રષ્ટિએ આ ગોચર તમારી માટે ફળદાયી અને મહત્વપૂર્ણ રહેશે.

વૃષભ

સરકારી નોકરીની તૈયારી કરતા લોકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન શુભ સાબિત થઇ શકે છે. સરકારી નોકરી માટે અરજી કરવાથી તમને સફળતા મળે તેવી સંભાવના છે. સાથે જ નવો બિઝનેસ શરુ કરવા માટે આ સમય સારો રહેશે.

મિથુન

તમારા કરિયર પર સૂર્ય ગોચરનો અશુભ પ્રભાવ પડી શકે છે. તમને કામ કરવામાં મુશ્કેલીઓ આવી શકે છે. તમારે સંબંધોને સમય આપવો પડશે, નહીંતર સંબંધો બગડી શકે છે. સાથે જ તમારી આંખોનું પણ ધ્યાન રાખો.

કર્ક

તમારી માટે સૂર્યનું રાશિ પરિવર્તન શુભ સાબિત થશે. આ સમયગાળા દરમિયાન નોકરિયાત જાતકોને પ્રમોશન, પગાર અને સન્માનમાં વધારો મળી શકે છે. તમારું સ્વાસ્થ્ય ઠીક રહેશે. બિઝનેસ કરતા જાતકોને નફો કમાવવાની તક મળશે. સામાજિક ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠાએ વધશે. તમારા કામને ઓળખ મળી શકે છે.

સિંહ

સૂર્યનું રાશિ પરિવર્તન નીકરીમાં તમારી સ્થિતિ વધુ મજબૂત કરશે. તમે તમારા કામના જોરે ઓળખ બનાવશો. તમે કરિયર અંગે જે સપનું જોઈ રહ્યા છો, તે પૂર્ણ કરવા માટે આ સમય અનૂકૂળ છે. વેપારીઓને આગળ વધવા માટે નવી તકો પ્રાપ્ત થશે. તમારા બિઝનેસને નવું રોકાણ મળી શકે છે.

કન્યા

સૂર્યનું આ રશિ પરિવર્તન તમારી પદ અને પ્રતિષ્ઠા વધારનારું હોઈ શકે છે. તમારે સંયમથી કામ કરવું જોઈએ. તમારી આર્થિક ઉન્નતિ થવામાં વાર નહીં લાગે. સાથે જ આ દરમિયાન તમને નવી ડીલ મળી શકે છે, જેનાથી તમારા પરિવારની પ્રગતિ થઇ શકે છે. તેમજ ધનનું સંકટ સમાપ્ત થઇ શકે છે.

તુલા

સૂર્યનું આ રાશિ પરિવર્તન તમારા સ્વાસ્થ્ય અને આર્થિક બાબતો અંગે સમસ્યા પેદા કરી શકે છે. નકામા ખર્ચ પર નિયંત્રણ લાવો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ઉતાવળ અને ખોટી સલાહ પર રોકાણ કરવાથી આર્થિક સંકટ આવી શકે છે. સમયસર આરામ કરવો જોઈએ, નહીંતર થાકના કારણે સમસ્યા થઇ શકે છે.

વૃશ્ચિક

સૂર્યના પ્રભાવથી તમારા વર્તનમાં પરિવર્તન જોવા મળી શકે છે. તમે પહેલાં કરતા વધુ ઉગ્ર અને આક્રમક હોઈ શકો છો. જેથી તમારી વાણી અને વર્તન પર સંયમ રાખો, નહીંતર તમારા ક્રોધના કારણે કામ બગડી શકે છે. પરિણીતોના જીવનમાં પાર્ટનર સાથે તાલમેલ બગડી શકે છે.

ધન

તમારી રાશિ પર સૂર્યદેવની કૃપા થશે. તમે નોકરીમાં નવું પદ કે પછી નવી બોખરીની ઓફર મળી શકે છે, જે તમારા પદ અને પ્રતિસ્થાને વધારી શકે છે. તમને વાહન સુખ મળી શકે છે. તમારે સૂર્યદેવને નિયમિત જળ અર્પણ કરવું જોઈએ.

મકર

તમારી રાશિના સ્વામી શનિ છે અને સૂર્ય સાથે તેમની બનતી નથી. ત્યારે સૂર્યનું ગોચર તમારી માટે પ્રતિકૂળ પ્રભાવ લાવશે. તમારા સ્વાસ્થ્ય, નોકરી અને બિઝનેસ પર ખરાબ પ્રભાવ પડી શકે છે. 14 મે બાદ ખોટા રોકાણથી આર્થિક બાબતો નબળી પડશે. કામના સ્થળે વિવાદ થઇ શકે છે. સાથે જ તમારા વિષે અફવાઓ ફેલાવાઈ શકે છે.

કુંભ

કુંભ રાશિના જાતકોએ પણ સૂર્ય ગોચરના નકારાત્મક પ્રભાવનો સામનો કરવો પડી શકે છે. તમારે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વૈવાહિક જીવન માટે આ સમય ઠીક ન રહે. એક મહિના સુધી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ.

મીન

તમારે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જોઈએ, કારણ કે રોડ અકસ્માત થવાનો ભય છે. આ સમય તમારી માટે કષ્ટદાયી રહી શકે છે. તમારે કોઈને ઉધાર આપવાથી બચવું જોઈએ. 14 મે બાદ તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. તમારા કેટલાક કામો અટકી શકે છે અને તમને સફળતા ન મળવાથી નિરાશા થઇ શકે છે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles