દુનિયાભરમાં લોકો સવારની શરૂઆત કોફી પીને કરતા હોય છે. સવારમાં ઊંઘ ભગાડવા માટે લોકો કોફી તેમજ ચા પીતા હોય છે. આમ કરવાથી તમે ફ્રેશ ફિલ કરો છો. સારા સ્વાસ્થ્ય માટે કોફી અનેક રીતે ગુણકારી છે. આમ અનેક લોકો બ્લેક કોફી પીવાનું પસંદ કરતા હોય છે. બ્લેક કોફીમાં કેફીનનું પ્રમાણ સારું હોય છે. આ સાથે બ્લેક કોફીમાં ડોપામાઇન, સેરોટોનિન અને નોરાડ્રીનલીનની માત્રા વધારે હોય છે. આ સાથે બ્લેક કોફીમાં ભરપૂર એન્ટી ઓક્સિડન્ટ્સની સાથે કેલ્શિયમ, પોટેશિયમ, વિટામીન બી2 જેવા અનેક તત્વો હોય છે. તો જાણો બ્લેક કોફી પીવાથી સ્વાસ્થ્યને થતા આ ફાયદાઓ વિશે.
બ્લેક કોફી પીવાના ફાયદાઓ
બ્લેક કોફી પીવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. આમ, તમે દરરોજ બ્લેક કોફી પીઓ છો તો તણાવ ઓછો થાય છે અને સાથે-સાથે હેલ્થને પણ અનેક ઘણાં ફાયદાઓ થાય છે.
સ્ટ્રેસ દૂર કરો
આજકાલ લોકોમાં સ્ટ્રેસ લેવલ વધી રહ્યું છે. સ્ટ્રેસ લેવલ સતત વધી રહ્યું છે તો અનેક બીમારીઓની ઝપેટમાં તમે જલદી આવો છો. આમ, તમે બ્લેક કોફી પીઓ છો તો થાક, તણાવ દૂર થાય છે. બ્લેક કોફી શરીરમાં હેપ્પી હોર્મોન્સ પ્રોડ્યુસ કરે છે. આ સાથે તણાવ દૂર થાય છે.
હાર્ટ હેલ્ધી રહે
દરરોજ એક તેમજ બે કપ કોફી પીવાથી હાર્ટ હેલ્ધી રહે છે. બ્લેક કોફી પીવાથી સ્ટ્રોકની સાથે-સાથે હાર્ટને લગતી બીમારીઓનો ખતરો ટળી જાય છે.
વજન ઓછુ થાય
બ્લેક કોફી પીવાથી વજન ઓછુ થાય છે. કોફીમાં કેલરીની માત્રા વધારે હોય છે જેનાથી ઝડપથી ફેટ ઓછુ થાય છે. કસરત કરતા પહેલાં તમે બ્લેક કોફીનું સેવન કરો. ત્યારબાદ અડધો કલાક પછી તમે કસરત કરો. આમ કરવાથી તમારું બોડી પણ મેન્ટેન રહે છે.
ડાયાબિટીસના લોકો માટે ફાયદાકારક
બ્લેક કોફીનું સેવન કરવાથી સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. કોફી પીવાથી શરીરમાં ઇન્સ્યુલિનની માત્રા વધે છે જેના કારણે ડાયાબિટીસની સમસ્યા ઓછી કરી શકો છો. આ માટે તમે દિવસમાં એકથી બે કપ બ્લેક કોફી પી શકો છો.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)