ઉત્તરાખંડના જંગલોમાં કેટલાય ફળો જોવા મળે છે. તેમાંથી એક ફળ એવું પણ છે, જે આપને ફક્ત ત્રણ મહિના માટે જોવા મળશે. એપ્રિલથી જૂન મહિના સુધી જોવા મળતા આ ફળનું નામ છે કાફલ. આ એક એવું ફળ છે, જે ખાટા મીઠા સ્વાદથી ભરપૂર હોય છે. તેમાં પણ જો પહાડી મીઠા સાથે તેને ખાવામાં આવે તો તેનો સ્વાદ ઔર વધી જાય છે. કાફલની ખાસ વાત એ છે કે, તેને ગોટલી સહિત ખાઈ શકાય છે. જે આપને નુકસાન પહોંચાડશે નહીં.
હકીકતમાં જોઈએ તો, હાલના દિવસોમાં પહાડી વિસ્તારમાં કાફલની ખૂબ જ ડિમાન્ડ હોય છે. સ્થાનિક લોકોની સાથે સાથે બહારથી આવતા પર્યટકો પણ તેને ખૂબ જ શોખથી ખાતા હોય છે. જંગલોમાં જોવા મળતા આ ફળને તોડીને બજારમાં વેચવામાં આવે છે. આ વખતે કાફલ 320 રૂપિયાથી લઈને 400 રુપિયે કિલો વેચાઈ રહ્યા છે. આ કાફળ પેટ સંબંધિત પાચન માટે સારામાં સારા ગણાય છે.
ઉત્તરાખંડના કાફલ પ્રસિદ્ધ ફળ છે. જે સૌ કોઈને પસંદ આવે છે. આ ફળની ખાસ વાત એ છે કે, તેને કોઈ પણ ખાઈ શકે છે. ખાટા મીઠો રસ તેને ખાવાથી મળે છે. અલ્મોડાની બજારમાં હાલમાં આ ફળ વેચાઈ રહ્યા છે. લોકો તેને શોખથી ખરીદી રહ્યા છે.
આ ફળની ખાસ વાત એ છે કે તેને તમે ગોટલી સાથે ખાઈ શકો છો. પેટ સંબંધિત પાચન માટે આ ફળ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. જો કે આ વખતે વરસાદ ઓછો અને જંગલોની આગના કારણે કાફલમાંથી એવો રસ નથી નીકળતો.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)