fbpx
Monday, December 23, 2024

પોષક તત્વોથી ભરપૂર ડાર્ક ચોકલેટમાં તણાવથી લઈને ત્વચાની સમસ્યાઓ સુધીના છે ફાયદા

ડાર્ક ચોકલેટમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. તે ઘણા એન્ટીઑકિસડન્ટો અને મિનરલ્સથી ભરપૂર હોય છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે ડાર્ક ચોકલેટ તમારા સ્વાસ્થ્યને સુધારી શકે છે અને હૃદય રોગના જોખમને ઘટાડી શકે છે. અહીં અમે તમને ડાર્ક ચોકલેટના ઘણા ફાયદા જણાવી રહ્યા છીએ. ડાર્ક ચોકલેટમાં 11 ગ્રામ ફાઈબર, 66 ટકા આયર્ન, 57 ટકા મેગ્નેશિયમ, 196 ટકા કોપર અને 85 ટકા મેંગેનીઝ જેવા ઘણા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

ડાર્ક ચોકલેટમાં અન્ય ચોકલેટ કરતાં વધુ કોકો અને ઓછી ખાંડ હોય છે. તે સામાન્ય રીતે દૂધની ચોકલેટ કરતાં વધુ ફાયદાકારક અને ઓછી મીઠી હોય છે.

ડાર્ક ચોકલેટના ફાયદા

ડાર્ક ચોકલેટનું સેવન હૃદય રોગ માટેના ઘણા મોટા જોખમી પરિબળોને ઘટાડે છે. આમાંનું એક હાઈ કોલેસ્ટ્રોલ છે. ફ્લેવેનોલ લાઇકોપીનથી ભરપૂર હોવાને કારણે, ડાર્ક ચોકલેટ કુલ કોલેસ્ટ્રોલ, એલડીએલ (ખરાબ) કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સના સ્તરને ઘટાડે છે. ડાર્ક ચોકલેટમાં હાજર સંયોજનો એલડીએલથી રક્ષણ પૂરું પાડે છે, જેના પરિણામે હૃદય રોગનું જોખમ પણ ઓછું થાય છે.

ત્વચાને રાખે તંદુરસ્ત

ડાર્ક ચોકલેટમાં રહેલા બાયોએક્ટિવ સંયોજનો તમારી ત્વચા માટે પણ ખૂબ સારા હોઈ શકે છે. તેમાં હાજર ફ્લેવેનોલ્સ તાપથી થતા નુકસાનથી બચાવે છે. ત્વચામાં બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરી શકે છે અને ત્વચાને ચુસ્ત અને હાઇડ્રેટેડ રાખે છે.

તણાવ ઘટાડવામાં મદદરૂપ

ડાર્ક ચોકલેટ તણાવને ઓછો કરવામાં અસરકારક છે. આ ખાવાથી તમારો મૂડ સારો થાય છે. ડાર્ક ચોકલેટમાં મળી આવતા તત્વો તણાવ પેદા કરતા કોર્ટિસોલ હોર્મોનને નિયંત્રિત કરે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક

ડાયાબિટીસમાં ચોકલેટનું સેવન કરવું જોઈએ એ સંભાળવામાં ભલે વિચિત્ર લાગે પરંતુ કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે ડૉક્ટર દ્વારા નિર્દેશિત કોકોથી ભરપૂર ડાર્ક ચોકલેટનું હેલ્ધી માત્રામાં સેવન આ રોગમાં ખરેખર ફાયદાકારક હોઈ શકે છે કારણ કે તેમાં રહેલા પોષક તત્વો શરીરમાં ગ્લુકોઝને મેટાબોલાઇઝ કરી નાખે છે. ઇન્સ્યુલિન પ્રત્યે તમારા શરીરની સંવેદનશીલતામાં સુધારો થવાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઘટી જાય છે અને ડાયાબિટીસ જેવા રોગોનું જોખમ પણ ઓછું થઈ જાય છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles