આયુર્વેદમાં ઘણી એવી જડીબુટીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે વ્યક્તિની અનેક સ્વાસ્થ્ય સમસ્યાને દૂર કરવા માટે અસરકારક છે. આવી શક્તિશાળી જડીબુટ્ટીમાંથી એક છે ચિત્રક. આ એક જડીબુટ્ટી અનેક બિમારીને દૂર કરવામાં ઉપયોગી છે. ચિત્રકનો છોડ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. ચિત્રક એન્ટી ફંગલ એન્ટિક બેક્ટેરિયલ અને એન્ટી ડાયાબિટીક ગુણથી ભરપૂર હોય છે. તેનો સ્વાદ કડવો અને તીખો હોય છે. પરંતુ આ વસ્તુના ગુણ અમૃત સમાન છે. તો ચાલો તમને જણાવીએ ચિત્રક શરીરની કઈ કઈ સમસ્યામાં કેવી રીતે ફાયદો કરે છે.
શરદી-ઉધરસ
શરદી, ઉધરસનો આયુર્વેદિક ઈલાજ ચિત્રક છે. તેમાં રહેલા ઔષધીય ગુણ ઈન્ફેકશનને મટાડે છે. જો તમને શરદી, ઉધરસ છે તો તમે ચિત્રકના ચૂર્ણમાં સાકર મિક્સ કરી અને તેનું સેવન કરી શકો છો.
ડાયાબિટીસ
ચિત્રકનું સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તેમાં રહેલા એન્ટી ડાયાબિટીક ગુણ બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે છે. ડાયાબિટીસમાં ચિત્રકનો કાઢો બનાવીને પી શકાય છે. તેનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસની સમસ્યા દુર કરવામાં મદદ મળે છે.
સોજા દુર કરવા
ચિત્રકમાં રહેલા ગુણ શરીરના સોજા અને દુખાવાને પણ મટાડે છે. જો શરીરમાં કોઈપણ પ્રકારના સોજા છે તો ચિત્રકના મૂળનું ચૂર્ણ બનાવી તેનું સેવન પાણી સાથે કરવું.
પાચનની સમસ્યાઓ
ચિત્રકનું સેવન કરવાથી કબજિયાત, અપચો સહિતની પાચનની સમસ્યામાં લાભ થાય છે. ચિત્રક ચૂર્ણમાં હરીતકી અને પીપળી ચૂર્ણ બરાબર માત્રામાં મિક્સ કરી આ 1 ચમચી આ ચૂર્ણની હુંફાળા પાણી સાથે લેવી.
ચામડીના રોગ
ત્વચા સંબંધિત સમસ્યા કે રોગ દુર કરવામાં પણ ચિત્રક ફાયદાકારક છે. ચિત્રકની છાલને પાણી સાથે વાટી તેનો લેપ બનાવી અને તેને ત્વચા પર લગાવવાથી ત્વચા સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)