fbpx
Friday, December 27, 2024

આયુર્વેદનો ખજાનો છે આ વનસ્પતિ, લુપ્ત થવાના આરે છે હવે આ વનસ્પતિ

કોરાના મહામારી બાદ લોકો આયુર્વેદ તરફ વળ્યા છે. આપણી પાસે આયુર્વેદનો મોટો ખજાનો છે. જેને કારણે આપણે ભલભલી બીમારીને મ્હાત આપી શકીએ છીએ. આપણી પાસે અઢળક આયુર્વેદિક વનસ્પતિઓનો ખજાનો પણ છે. પરંતું તેમાં કેટલીક ઔષધીઓ હવે લુપ્ત થવાના આરે છે. જેમાં એક વનસ્પતિ છે ગેંગડા. 

ગેંગડા એ મેડિસીન પ્લાન છે. જે ઔષધીય છોડ કહેવાય છે. એક સમય હતો, જ્યારે તાપી નદીના સૂકા ભેજવાળા જંગલોમાં અઢળક પ્રમાણમાં ગેંગડા થતુ હતું. પરંતું હવે તેને જોવી પણ દુર્લભ બની છે. એમ કહો કે, ગુજરાતમાંથી ગેંગડાના છોડ લુપ્ત થવાના આરે છે. 

શું હોય છે ગેંગડા

ગેંગડાનું કાચું લીલુ ફળ ઠળિયા વિનાનું,સુવાળી છાલવાળુ ને લાંબુ અંડાકાર હોય છે, આ વૃક્ષને ફળ ફૂલ એપ્રિલથી સપ્ટેમ્બર માસ દરમિયાન ફળ આવે છે. ગેંગડા વનસ્પતિના મૂળમાંથી તેના થડથી તદ્ન સ્વતંત્ર રીતે નવો ફણગો ફૂટે છે. ફળનો સફેદ સ્વાદ વગરનો હોય છે. 

ગેંગડાનો ઉપયોગ

ગેગડાનો ઉપયોગ આર્યુવેદ અને યુનાની ઉપચારમાં થાય છે.આર્યુવેદમાં ગેંગડાનું ફળ કફ તથા શરીરના આંતરીક અંગોમાંથી ઝેરી પદાર્થો દૂર કરનારુ માનવામાં આવે છે. પુખ્ત રોગી કે બાળ રોગી માટે ઉત્તમ પિતનાશક છે. મુત્રત્યાગ એટલે કે પેશાબની તકલીફમાં અકસિર ઇલાજ છે. ગેંગડાનો ઉપયોગ માત્ર દવા માટે નથી થતો. પરંતું તેનુ શાક પણ બનાવાય છે. આ શાક ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. ગેંગડાનું કાચુ ફળ સ્વાદમાં મોળું હોય છે. તેથી તેને કોઈ પણ શાકમાં મિક્સ કરી શકાય છે. આ ઉપરાંત તેની કઢી અને રાઈતુ પણ બનાવી શકાય છે. ગેંગડા દુષ્કાળમાં બહુ ઉપયોગી સાબિત થાય છે. કારણ કે, તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ ઉપરાંત ઢોરોને પણ ગેંગડા ખવડાવવામા આવે છે. 

ક્યાં મળે છે ગેંગડા

ગેંગડા પહેલા તાપી નદીના કિનારે મળી આવતા હતા. આ સિવાય બાંગ્લાદેશ, શ્રીલંકા અને થાઈલેન્ડમાં પણ ગેંગડાનુ ઉત્પાદન થયા છે. તો ભારતની વાત કરીએ તો, હિમાલય, યમુના નદીના પટમાં ને દક્ષિણ ભારતની પહાડીમાં ગેંગડા મળી આવે છે. 

કેમ ગુજરાતમાંથી લુપ્ત થયા ગેંગડા

ગેંગડા વૃક્ષ પર આર્યુવેદિય શોધ સંશોધનો થયા ન હોવાથી તેનું  વાનસ્પતિક અસ્તિત્વ ભૂંસાતું જાય છે. આજે લોકો તેનુ મહત્વ જાણતા નથી, તેથી તેના ઉત્પાદન પર કોઈ ધ્યાન અપાતુ નથી. તેને બચાવવા માટે તેના પર સંશોધન થવા જરૂરી છે. 

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles