દિવસભરનો થાક દૂર કરીને રાત્રે પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. ઊંઘ પૂરી ના થવાને કારણે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિત બીજી અનેક બીમારીઓ શરીરમાં એન્ટ્રી કરવા લાગે છે. આ માટે રાત્રે પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. પરંતુ અનેક લોકોને ઘણાં પ્રયત્નો કર્યા પછી ઊંઘ આવતી નથી અને પડખા ફરે રાખતા હોય છે. આ કારણે બીજો દિવસ આખો ખરાબ જાય છે. બીજા દિવસે કામ કરવામાં મન લાગતુ નથી અને શરીરમાં બેચેની રહે છે. આમ, તમને પણ રાત્રે ઊંઘ આવતી નથી તો આ ટિપ્સ તમારા માટે કામની છે.
દરરોજ એક સમયે ઊંઘવાની કોશિશ કરો. દરરોજ રાત્રે અલગ-અલગ સમય પર ઊંઘવાની આદત અનેક લોકોને હોય છે, પરંતુ આ અનીયમિત સ્લીપ પેટર્ન તમારી ઊંઘમાં ડિસ્ટર્બ કરી શકે છે. આમ કરવાથી શરીરની સર્કેડિયન રિધમ ડિસ્ટર્બ થાય છે. આ એક શરીરની નેચરલ ક્લોક હોય છે. જેનું કામ તમારું શરીર ઊંઘવા માટે તૈયાર છે કે નહીં એ કરવાનું હોય છે. આ માટે દરરોજ રાત્રે એક સમયે ઊંઘવાની આદત પાડો.
ઊંઘતી વખતે તમે હંમેશા લાઇટ બંધ કરીને ઊંઘવાની આદત પાડો. લાઇટ પણ આપણાં શરીરને રિધમને પ્રભાવિત કરે છે. આમ, રૂમમાં રોશની હોય તો તમારું માઇન્ડ ઘણી વાર ડિસ્ટર્બ થતુ રહે છે. એવામાં ખાસ કરીને ઊંઘતી વખતે લાઇટ બંધ કરવાનું રાખો.
મુદ્દાની વાત એ છે કે તમે રાત્રે ઊંઘતી વખતે સ્માર્ટફોનનો ઉપયોગ કરશો નહીં. આ તમારી હેલ્થ માટે અનેક રીતે નુકસાનકારક સાબિત થઇ શકે છે. 2021ના એક અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે તમે ઊંઘવાના 30 મિનિટ પહેલાં મોબાઇલ સ્ક્રીનનો ઉપયોગ કરો છો તો ઊંઘ પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. આ માટે મોબાઇલને દૂર મુકી દો.
બપોરે ઊંઘવાનું ટાળો. ઘણાં લોકો બપોરે 2 કલાક જેવી ઊંઘ લેતા હોય છે જેના કારણે રાત્રે ઊંઘ આવતી નથી. તમારી આ આદત તમારી સ્લિપ સાયકલને પ્રભાવિત કરે છે.
એક્સેસાઇઝ કરવાની આદત પાડો. તમે રેગ્યુલર એક્સેસાઇઝ કરવાની આદત પાડો છો તો રાત્રે ઊંઘ મસ્ત આવે છે. રાત્રે સારી ઊંઘ માટે તમે કોઇ સારી બુક પણ વાંચી શકો છો.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)