શું તમે પણ વધતા વજનથી પરેશાન છો? જો હા તો અમે તમને જણાવી દઈએ કે મેદસ્વીતા આજે મોટાભાગના લોકો માટે પરેશાનીનું કારણ બની ગઈ છે. તે જ સમયે, અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને ખરાબ ખાન-પાનનીઆદતો તેની પાછળના મહત્વપૂર્ણ કારણો છે. આ બિઝી લાઇફમાં લોકો તેમની હેલ્થ પર ધ્યાન આપી શકતા નથી, તેઓ બહારનું અનહેલ્ધી ફૂડ ખાય છે, જે સમય સાથે શરીરમાં જિદ્દી ફેટ વધારવાનું શરૂ કરે છે. જોકે, રાહતની વાત એ છે કે જે રીતે ખાનપાનની ખોટી આદતો મેદસ્વીતા વધવાનું કારણ બને છે, તેવી જ રીતે ડાયેટમાં કેટલીક ખાસ વસ્તુઓનો સમાવેશ કરવાથી પણ તેને ઘટાડવામાં મદદ મળી શકે છે. અહીં અમે તમને આવી જ એક ખાસ ડ્રંકિ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ.
કઇ છે આ ખાસ ડ્રિંક?
હેલ્થ એક્સપર્ટ્સના મતે હિંગ અને અજમાના પાણીનું નિયમિત સેવન ફેટને ઓગળીને મેદસ્વીતા ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને જમ્યા પછી તેનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે.
કેવી રીતે થાય છે લાભ?
હીંગ અને અજમાનું પાણી મેટાબોલિઝમને બૂસ્ટ કરવામાં અસરકારક છે, જે તમને વધુ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે અને તમારું વજન સંતુલિત રાખે છે. આ ઉપરાંત, આ પાણીનું સેવન કરવાથી ન્યૂટ્રિએન્ટ્સને સંપૂર્ણ રીતે શોષવામાં પણ મદદ કરે છે, જેના કારણે શરીરમાં ઓછી ચરબી જમા થાય છે અને આ રીતે તે જીદ્દી ચરબીને ઘટાડીને ઝડપથી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
જાણો અન્ય ફાયદા
શરીરની જીદ્દી ચરબી ઘટાડવા ઉપરાંત, હિંગ અને અજમાના પાણીનું સેવન તમને બીજી ઘણી રીતે ફાયદો કરી શકે છે. ઉદાહરણ તરીકે, આ પાણીમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણો જોવા મળે છે, જે બ્રોંકાઇટિસ, અસ્થમા અને ખાંસી જેવા શ્વસન રોગોના લક્ષણોમાંથી રાહત આપવામાં મદદ કરે છે.
હીંગ અને અજમાના પાણીનું સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે અને કબજિયાત, ગેસ, એસિડિટી વગેરે જેવી સમસ્યાઓથી રાહત મળે છે.
આ ઉપરાંત, હિંગ અને અજમાનું પાણી તેમના એનાલ્જેસિક ગુણો માટે જાણીતુ છે. સાથે જ, ઘણા હેલ્થ રિપોર્ટ્સ સૂચવે છે કે આ ગુણ પીરિયડ ક્રેમ્પ્સ અને દુખાવો ઘટાડવામાં મદદ કરી શકે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)