શનિ એક ખુબ જ રસપ્રદ ગ્રહ છે. શનિને કર્મના ફળદાતા અને ન્યાયના દેવતા ગ્રહ માનવામાં આવે છે. શનિદેવ ખુશ હોય કે બીજા શબ્દોમાં કહીએ તો શનિની કુંડળીમાં સારી સ્થિતિ હોય તો તે રંકને પણ રાજા બનાવી શકે છે. શનિદેવની ખરાબ દ્રષ્ટિ જીવનમાં કષ્ટનો મારો કરે છે અને શુભ સ્થિતિ ખુશીઓ લાવે છે. હાલમાં શનિ કુંભ રાશિમાં પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બીજા પદમાં ગોચર કરી રહ્યા છે. વૈદિક પંચાંગ મુજબ 12મી મેના રોજ દ્વિતીય પદમાં શનિએ પ્રવેશ કર્યો હતો. જે 17 ઓગસ્ટ સુધી આ પદમાં બિરાજમાન રહેશે. ત્યારબાદ ઉલટી ચાલ ચલીને 18 ઓગસ્ટે પૂર્વભાદ્રપદ પ્રથમ પદમાં શનિ પ્રવેશ કરશે. આવામાં શનિની ચાલથી 88 દિવસ સુધી કેટલીક રાશિવાળાનું જીવન સુખમય રહેશે અને ધનલાભ પણ થશે. જાણો તે લકી રાશિઓ વિશે…
મિથુન
મિથુન રાશિવાળા માટે શનિનું નક્ષત્ર ગોચર શુભ માનવામાં આવી રહ્યું છે. ઘર પરિવાર અને પૂર્વજોના તમને આશીર્વાદ મળશે. શનિની કૃપાથી સમાજમાં તમારી પદ પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લાગશે. વ્યાપારિક મુદ્દાઓમાં તમને લાભ થશે. રૂપિયા પૈસા સંબંધિત મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થશે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિવાળા માટે શનિની બદલાતી ચાલ ફાયદાકારક છે. તમારા વર્ષોથી અટકેલા કામો પાર પડવા લાગશે. ધન સંપત્તિમાં વધારો થવાની શક્યતા છે. માતાના સ્વાસ્થ્ય સંબંધિત સારા સમાચાર મળી શકે છે. વેપારીઓ માટે ખુબ શુભ સમય રહેશે.
કન્યા
શનિના પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં રહેવાથી કન્યા રાશિના લોકો માટે ફાયદાકારક સમય રહેશે. કાનૂની મામલાઓમાં તમને જીત મળી શકે છે. બિઝનેસ કરી રહેલા લોકોને ગૂડ ન્યૂઝ મળી શકે છે. પ્રોપર્ટીમાં કરાયેલું કોઈ જૂનું રોકાણ આર્થિક સ્થિતિ મજબૂત કરશે. કામ મામલે મુસાફરી કરવી પડી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)