શ્રીમદ્ ભગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશોનું વર્ણન છે. ગીતાના ઉપદેશ શ્રીકૃષ્ણ ભગવાને મહાભારતના યુદ્ધ દરમ્યાન અર્જુનને આપ્યા હતા. ગીતામાં કહેવામાં આવેલા ઉપદેશ આજે પણ એટલા જ પ્રાસંગિક છે અને વ્યક્તિને જીવન જીવવાની સાચી રાહ દેખાડે છે. જો વ્યક્તિ ભગવત ગીતાની આ વાતોને જીવનમાં અપનાવે છે તો તે સફળ થાય છે.
ભગવત ગીતા એવો ગ્રંથ છે જે વ્યક્તિને જીવન જીવવાની સાચી રાહ દેખાડે છે. ભગવત ગીતામાં જીવનમાં ધર્મ અને પ્રેમનું શું મહત્વ છે તે પણ દર્શાવવામાં આવ્યું છે. ભગવદ ગીતાનું જ્ઞાન વ્યક્તિને જીવન જીવવામાં ઉપયોગી સાબિત થાય છે. ભગવદ ગીતા સંપૂર્ણ જીવન દર્શન છે જેનું અનુસરણ કરનાર વ્યક્તિ સર્વ શ્રેષ્ઠ બને છે. જીવનમાં પરિસ્થિતિઓ કેટલી પણ ખરાબ આવે જે વ્યક્તિ ભગવત ગીતાના 6 ઉપદેશને યાદ રાખે છે તે દરેક સ્થિતિમાંથી સફળ થઈને પાર આવે છે.
શ્રીમદ્ ભગવત ગીતાના અનમોલ ઉપદેશ
ભગવત ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, પરિસ્થિતિ ગમે એટલી ખરાબ હોય તે હંમેશા એક જેવી નથી રહેતી, તે બદલે છે. તેથી માણસે હિંમત હારવી નહીં. કોઈપણ વ્યક્તિ સાથે ઈશ્વર અન્યાય નથી કરતા ઈશ્વર વ્યક્તિને ત્યારે જ બધું આપે છે જ્યારે તે લાયક થાય છે
ભગવત ગીતામાં ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે વ્યક્તિ જે ઈચ્છે તે બની શકે છે પરંતુ તેણે વિશ્વાસ રાખીને ઇચ્છિત વસ્તુ પર સતત ચિંતન કરવું પડે છે. આ સિવાય ક્યારેય કોઈ વ્યક્તિ સાથ આપતું નથી વ્યક્તિએ પોતે જ લડવું પડે છે અને પોતાની જાતને સંભાળવી પડે છે.
શ્રીમદ ભગવત ગીતા અનુસાર જીવનમાં કોઈપણ સ્થાયી નથી તેથી કોઈપણ પરિસ્થિતિને લઈને વધારે ચિંતા કરવી નહીં.
કોઈપણ વ્યક્તિની સાથે રહેવાથી ક્યારેય ખુશી નથી મળતી કે લક્ષ પ્રાપ્ત નથી કરી શકાતું તેથી મનુષ્યએ હંમેશા પોતાના કર્મો પર વિશ્વાસ રાખીને એકલા ચાલવું જોઈએ.
ભગવત ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે બીજાનું અનુસરણ કે નકલ કરવાને બદલે વ્યક્તિએ પોતાની જાતને ઓળખવી જોઈએ અને પોતાના વિચારોનું અનુકરણ કરવું જોઈએ. જો બીજાનું અનુસરણ કરશો તો મનમાં હંમેશા ભય રહેશે.
ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે મનમાંથી ડર હટાવવો હોય તો એક જ ઉપાય છે. પોતાના સ્વધર્મને ઓળખો અને તેના પર જ જીવન જીવો.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)