આપણી આજુબાજુમાં એવી કેટલીય ઔષધિઓ છે, જે આપણા શરીર માટે ખૂબ જ સારી અને ફાયદાકારક માનવામાં આવે છે. તે શરીરના રોગ માટે રામબાણ ઈલાજ હોય છે. તેમાથી એક ઔષધિય છોડ છે, જે શરીરને તમામ રોગો માટે ઔષધિય ગુણોથી ભરપૂર છે. અમે વાત કરી રહ્યા છીએ દાડમના છોડની.
જી હાં, દાડમનો છોડ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના ફળ-ફુલ, પત્તા, છાલ બધું જ ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. દાડમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જે તમામ પ્રકારના જરુરી પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે.
આ છોડ ઔષધિય ગુણો માટે વપરાય છે. આ છોડના પત્તા આપણા માટે ખૂબ જ લાભકારી છે. દાડમના છોડના પત્તા ઉપયોગી ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. દાડમના છોડનો દરેક ભાગ ઔષધિય રીતે ઉપયોગ થાય છે.
આ ઝાડને દેશી ઈલાજમાં ખૂબ જ ઉપયોગમાં લઈ શકાય છે. આ ઝાડનો ઉપયોગ કરવાથી આપણા શરીરમાં થતી બીમારીઓ જેમ કે દસ્ત, પેટનો દુખાવો, અનિદ્રા તથા આ પત્તાનો ઉકાળો બનાવીને પીવાથી પેટમાંથી સમસ્યાઓ ઠીક થઈ જાય છે.
આ ઝાડની છાલ તથા પત્તાને પીસીને ઘ પર ગુમડા પર લગાવવાથી જલ્દી રાહત મળે છે. દાડમના પત્તામાં રહેલા એન્ટી બેક્ટીરિયલ અને એન્ટીઓક્સિડેંટ ગુણ મોંમા રહેલા બેક્ટીરિયાને ખતમ કરે છે. આ ઝાડના પત્તાનો રસ મોંમા પડેલા ચાંદા જલ્દી ઠીક કરી દેશે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)