આ ભીષણ ગરમીમાં શરીરને અંદરથી ઠંડુ રાખવું જરૂરી છે નહીં તો હિટ સ્ટ્રોક, ડાયરિયા જેવી સમસ્યા થઈ શકે છે. આ માટે ઠંડા તાસીરવાળા ખાદ્ય પદાર્થ ડાયટમાં સામેલ કરવા જોઈએ. આજે અમે તમને એવા મસાલા વિશે જાણકારી આપીશું જેનું સેવન કરવાથી ખાવાનો સ્વાદ તો આવે જ છે પરંતુ તેની તાસીર ઠંડી હોવાથી ઉનાળામાં તમને સ્વસ્થ્ય રાખવાનું કામ કરે છે.
ઈલાયચી
ઉનાળાની ગરમીમાં ઈલાયચીનું સેવન તમારા શરીરને સ્વસ્થ્ય રાખવા મદદરૂપ થાય છે. તેનાથી ગરમીને કારણે ઉલ્ટીની સમસ્યામાંથી રાહત મળે છે. તેને દૂધમાં નાખી લઇ શકો છો, આ સિવાય એક – બે ઈલાયચી ચાવીને પણ ખાઈ શકો છો.
વરિયાળી
વરિયાળીના સેવનથી સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. ઉનાળામાં વરિયાળીનો શરબત ખૂબ ફાયદાકરક સાબીત થાય છે. તેનાથી શરીર હાઈડ્રેટ પણ રહે છે, પાચન સબંધિત સમસ્યામાં પણ રાહત મળે છે. જમ્યા બાદ થોડી વરિયાળી ખાવાથી ફાયદો થાય છે.
કાચી કેરીનો પાવડર
મસાલા તરીકે ઉપયોગ થતો કાચી કેરીનો પાવડર સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. તેનાથી શરીરમાં સ્ફૂર્તિ અને રિફ્રેશમેન્ટ આવે છે. તેનો ઉપયોગ હાઈડ્રેટિંગ ડ્રિંક અને ચટણીમાં પણ થાય છે.
ધાણા
ગરમીમાં ધાણાનું સેવન શરીર માટે ફાયદાકારક હોય છે. ધાણાથી શરીર અંદરથી ઠંડુ રહે છે. આ સિવાય ધાણાના બીજનું પાણી શરીરને ડિટોક્સ કરવાનું કામ પણ કરે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)