હિન્દુ ધર્મમાં એકાદશીની તિથિનું ખુબ મહત્વ માનવામાં આવે છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવામાં આવે છે અને ઘણા લોકો આ દિવસે વ્રત પણ કરે છે. જણાવી દઈએ કે આખા વર્ષમાં કુલ 24 એકાદશી પડે છે, જેમાંથી જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને અપરા એકાદશી કહેવાય છે. આ દિવસે વ્રત કરવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનના બધા દુઃખોમાંથી છુટકારો મળે છે.
તો ચાલો જાણીએ અપરા એકાદશી પર શું ઉપાય કરવા જોઈએ. સાથે જ જાણીએ તારીખ અને મુહૂર્ત.
અપરા એકાદશી મુહૂર્ત
પંચાંગ અનુસાર, જેઠ માસના કૃષ્ણ પક્ષની એકદાશીની તિથિ 02 જૂનના રોજ સવારે 5.04 મિનિટ પર શરુ થશે અને 03 જૂન મધરાત્રે 2.21 મિનિટ પર aસમાપ્ત થશે. માટે એકાદશીનું વ્રત 2 જૂનના રોજ રાખવામાં આવશે.
અપરા એકાદશીના દિવસે જરૂર કરો આ કામ
ઘરના દરેક ખૂણામાં દીવા પ્રગટાવો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો તો એકાદશીના દિવસે સાંજે ઘરના દરેક ભાગમાં દીવો પ્રગટાવો. તેનાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી.
ભગવાન વિષ્ણુનો અભિષેક
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અપરા એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખમાં ગાયનું દૂધ રેડીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. આમ કરવાથી તમને ઈચ્છિત પરિણામ મળશે અને તમારા જીવનમાં ખુશીઓ આવશે.
ભગવાન વિષ્ણુને પીળી મીઠાઈ અર્પણ કરો
અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પીળા રંગની મીઠાઈઓ ચઢાવો. શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુને પીળો રંગ વધુ પસંદ છે. આનાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્ત પર આશીર્વાદ વરસાવે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)