ગ્રહોના સેનાપતિ મંગળ લગભગ 45 દિવસ સુધી એક રાશિમાં રહે છે. આત્મવિશ્વાસ, સાહસના કારક ગ્રહ મંગળના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના જાતકોના જીવન પર કોઈને કોઈ રીતે પડતી હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળ એક જૂનના રોજ બપોરે 3.27 મિનિટ પર પોતાની મૂળ ત્રિકોણ રાશિ મેષમાં પ્રવેશ કરશે. આવામાં કેટલાક રાશિવાળાને ખુબ લાભ થશે. જ્યારે બીજી બાજુ મંગળની ઉપર શનિની ત્રીજી દ્રષ્ટિ પડી રહી છે જેનથી મંગળ વધુ શક્તિશાળી બનશે. મહાબલી થઈને મંગળ ્ને રાશિઓનું ભાગ્ય ચમકાવશે. આગામી 42 દિવસ સુધી કેટલીક રાશિના જાતકોને ખુબ લાભ થઈ શકે છે. મંગળ અને શનિ બળવાન થવાથી દરેક ક્ષેત્રમાં કોઈને કોઈ પ્રકારે સફળતા પ્રાપ્ત થઈ શકે છે.
મેષ
આ રાશિના જાતકો માટે મંગળનું ગોચર લાભકારી સિદ્ધ થઈ શકે છે. પહેલું સપ્તાહ તમારા જીવનમાં ખુશીઓ લાવી શકે છે. પરિવાર સાથે સારો સમય વીતશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે. ધન ધાન્યમાં વધારો થશે. વેપાર સાથે જોડાયેલા જાતકોને ખુબ લાભ થશે. દાંપત્ય જીવન સારું રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. કોઈને કોઈ પ્રકારે આવકમાં વધારો થશે. ધન ભેગુ કરવામાં સફળ રહેશો. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ગરમીના કારણે થોડી પરેશાની થઈ શકે છે.
મિથુન
આ રાશિમાં મંગળ 11માં ભાવમાં બિરાજમાન રહેશે. આ રાશિમાં શનિ ત્રીજી દ્રષ્ટિ ભાગ્ય ભાવમાં છે. આવામાં જાતકોને બલ્લે બલ્લે થશે. કરિયરમાં નવી તકો મળી શકે છે. તમારા કામની પ્રશંસા થશે. ઉચ્ચ અધિકારી તમારી પ્રગતિ કરી શકે છે. તમારી ઈચ્છાઓ પૂરી થશે. વેપાર કરનારાઓને ખુબ લાભ થઈ શકે છે. નફો મેળવવામાં સફળ થઈ શકો છો. આર્થિક સ્થિતિ મજબૂત થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને ધન ભેગુ કરવામાં સફળ થઈ શકો છો. જીવનસાથી સાથે સારો તાલમેળ બેસશે. જેનાથી જીવનમાં ખુશીઓ આવશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો તે સારું રહેશે.
કર્ક
આ રાશિમાં મંગળ દશમ ભાવમાં રહેશે. આવામાં મહાબલી મંગળ આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ લાવશે. જીવનમાં ઘણું બધુ પાર પડશે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત અને લગનનું ફળ હવે મળશે. કાર્યસ્થળ પર તમારું કામ બધાને નજરે ચડશે. પ્રગતિ થશે. વરિષ્ઠ લોકોના સહયોગથી તમારા લક્ષ્યને મેળવવામાં સફળ રહેશો. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા જાતકોને સફળતા મળી શકે છે. બિઝનેસની વાત કરીએ તો ઘણા લાભ થવાના યોગ છે. તમારી મહેનત અને લગનથી બિઝનેસ ખુબ આગળ લઈ જશો. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. આકસ્મિક ધનલાભ થશે. નોકરીમાં પણ ખુબ પૈસા કમાઈ શકો છો.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)