વાસ્તુશાસ્ત્રમાં ઘણા બધા નિયમ જણાવવામાં આવ્યા છે. તેમાંથી કેટલાક નિયમ ખૂબ જ અસરકારક છે. આ નિયમોનું પાલન કરવામાં આવે તો વ્યક્તિના જીવનની મોટાભાગની સમસ્યા દૂર થઈ જાય છે. આજના સમયમાં મોટાભાગના લોકોને ધન સંબંધિત સમસ્યા જ સતાવતી હોય છે. દરેક વ્યક્તિને ધનનો અભાવ હોય છે. તમારા જીવનમાં પણ ધનનો અભાવ હોય અથવા તો ધન ટકતું ન હોય તો આજે તમને આ સમસ્યાને દૂર કરવાનો ઉપાય જણાવી દઈએ. વાસ્તુશાસ્ત્રના ધન સંબંધિત નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિ પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકે છે.
ધન સંબંધિત સમસ્યા દૂર કરવાના ઉપાય
વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વારનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ઘરના મુખ્ય દ્વાર માંથી જ સકારાત્મક ઉર્જા ઘરમાં આવે છે. તેથી ઘરના મુખ્ય દ્વારને હંમેશા સાફ રાખો. ઘરના મુખ્ય દ્વાર પર તમે વિન્ડ ચાર્મ પણ લગાવી શકો છો. તેનાથી સકારાત્મક ઉર્જા આકર્ષિત થાય છે.
વાસ્તુશાસ્ત્રમાં કેટલાક છોડ અને ઝાડને શુભ ગણવામાં આવ્યા છે. જેમ કે ઘરમાં મની પ્લાન્ટ, ઝેડ પ્લાન્ટ, બામ્બુ ટ્રી, તુલસી, શમીનું ઝાડ લગાડવું શુભ રહે છે. તેનાથી પોઝિટિવ ઉર્જા વધે છે અને ધન સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરને જો આર્થિક રીતે સમૃદ્ધ બનાવવું હોય તો ઘરમાં બંધ ઘડિયાળ રાખવી નહીં. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે અને ધીરે ધીરે સમસ્યાઓ વ્યક્તિને ઘેરી વડે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં નળ કે પાણીના સ્ત્રોતમાંથી પાણી ટપકતું ન રહે તે વાતનું ધ્યાન રાખવું. જો કોઈ જગ્યાએથી પાણી ટપકતું રહે છે તો તે ધનનો પણ વ્યય કરાવે છે. તેથી હંમેશા આ બાબતનું ધ્યાન રાખવું.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)