fbpx
Thursday, January 9, 2025

આ નાનું ફળ ભયંકર ગરમીમાં શરીરને ઠંડક આપશે, લોહીની ઉણપ પૂરી કરશે

દેશી ખજૂરનું વનસ્પતિક નામ ફોનિક્સ સિલ્વેસ્ટ્રિસ છે. તે એરેકેસી પરિવારનું સભ્ય માનવામાં આવે છે. આ ફળનું સેવન કરવાથી શરીરમાં લોહીની કમી દૂર થાય છે. ઉલ્ટી, ગળું સુકાવા જેવી સમસ્યાઓથી પણ છુટકારો અપાવે છે.

ગરમીના દિવસોમાં તે આસાનીથી મળી જાય છે. તે દેશી ખજૂરના ઝાડ પર ઉગતી ખજૂર કેટલાય પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે સ્વાદમાં મીઠી હોય છે અને આ ભયંકર તાપમાં શરીરને ઠંડક પહોંચાડવામાં કારગર છે.

મહિલાઓમાં મોટા ભાગે લોહીની કમીની સમસ્યાઓ બનતી રહેતી હોય છે, તેના કારણે કેટલીય મહિલાઓ એનીમિયા રોગનો શિકાર પણ થઈ જાય છે. જે બીમારીથી છુટકારો મેળવવા માટે મહિલાઓ દેશી ખજૂરનું સેવન કરીને શરીરમાંથી લોહીની કમી પુરી કરી શકે છે.

આ નાના એવા ફળમાં કેટલાય પોષક તત્વો, વિટામિન્સ જોવા મળે છે, જેમાં મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટ, ફિનોલ, એમિનો એસિડ, ટરપિનોઈડ્સ, ફાઈબર, વિટામિન્સ તથા કેટલાય પ્રકારના મિનરલ્સ જોવા મળે છે, જે આપણા શરીરને રોગપ્રતિકારક ક્ષમતાને વધારવામાં કારગર છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles