વેદ વ્યાસ રચિત 18 પુરાણોમાં શિવ પુરાણનું ખુબ મહત્વ છે. આ પાવન ગ્રંથ વાંચવા અને સાંભળવાથી શિવની કૃપા પ્રાપ્ત થાય છે. જીવનમાં શુભતા આવે છે અને સૌભગ્ય-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. પિતૃદોષથી મનુષ્યના જીવનમાં હંમેશા ધન સંકટ, સ્વાસ્થ્ય સમસ્યા, કલેશ અને તણાવ રહે છે. તો ચાલો જાણીએ આ પુરાણમાં જણાવવામાં આવેલ કેટલાક ઉપાય માત્ર પિતૃ દોષથી મુક્તિ જ નહિ, પરંતુ જીવનની ઘણી સમસ્યાઓ પણ દૂર કરશે.
રોગ મુક્તિના ઉપાય
શિવ પુરાણના પ્રસંગ અનુસાર, જેને કોઈ રોગ કે બીમારી છે, જે ડોકટરની પણ નથી સમજી રહ્યા, ઈલાજ કરાવ્યા છતાં પણ જો સારી નથી થઇ રહી તો, યમે શિવલિંગ પર સફેદ દેશી ગાયના દૂધથી બનેલ દેશી ઘીને ગંગાજળમાં ભેળવી અર્પિત કરવાથી દરેક પ્રકારની નવી અથવા જૂની, બીમારીઓ દૂર થાય છે.
ધન ઐશ્વર્યાના ઉપાય
જો તમે ધન-એશ્વર્ય મેળવવા માંગો છો, તો તમે રોજ રાતે 11 થી 12 વચ્ચે શિવલિંગ સામે 1 દીવો પ્રગટાવો. શિવ સ્તોત્રનો પાઠ કરો. શિવ પુરાણનો આ ઉપાય ધન, વૈભવ અને એશ્વર્યની પ્રાપ્તિમાં મદદગાર સિદ્ધ થઇ શકે છે.
પિતૃ દોષ મુક્તિના ઉપાય
પિતૃદોષ મુક્તિ માટે સ્વચ્છ અને શીતળ જળમાં જાવ ભેળવી શિવલિંગનો અભિષેક કરો. આ ઉપાય રોજ કરવાથી પિતૃદોષ દૂર થાય છે અને આ કારણથી જીવનમાં આવી રહેલ બાધાઓ પણ ધીરે-ધીરે સમાપ્ત થાય છે.
બાધામાં શાંતિના ઉપાય
તમે જીવન વિઘ્ન-અડચણથી પરેશાન છો અથવા મહત્વપૂર્ણ કામ અટકી પડ્યું છે, તો તમે જળમાં કાળા તલ ભેળવી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. એવું કરવાથી જીવનની પણ અડચણ જલ્દી દૂર થાય છે.
દેવા મુક્તિના ઉપાય
જો તમે બેન્ક અથવા કોઈ પાસે ઉધાર લીધેલું છે, એની EMI ભરવામાં તકલીફ પડી રહી છે અથવા દેવામાંથી મુક્ત થવા માંગો છો, તો દરરોજ જળમાં અક્ષત નાખી શિવલિંગનો અભિષેક કરો. શિવ પુરાણના આ ઉપાયથી મુક્તિ મળશે અને ધન પ્રાપ્તિના રસ્તાઓ ખુલશે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)