સૂર્ય આ અમયે વૃષભ રાશિમાં બિરાજમાન છે. થોડા જ દિવસમાં સૂર્ય બુધની રાશિમાં ગોચર કરવાનો છે. સૂર્યની ચાલ શુભ હોય તો વ્યક્તિનું ભાગ્ય ચમકી શકે છે અને માન સન્માન પણ મળી શકે છે. અમુક દિવસોમાં સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે.
સૂર્યનું ગોચર તમામ રાશિઓ પર ઈફેક્ટ કરશે. તો ચાલો જાણીએ કે 15 જૂનના રોજ સૂર્યની બુધની રાશિમાં એન્ટ્રી થવા પર કોની કિસ્મત બદલાઈ શકે છે.
સિંહ: મિથુન રાશિમાં સૂર્યનું ગોચર સિંહ રાશિના લોકો માટે સારું માનવામાં આવે છે. આજે તમે આત્મવિશ્વાસ અનુભવશો અને તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કામ પર રહેશે. તમારા કામના વખાણ પણ થશે. કોર્ટ કેસમાં જીત મળશે. આ સમય દરમિયાન તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવો સારું રહેશે.
મિથુન: મિથુન રાશિના લોકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કાર્યસ્થળમાં તમારી સમસ્યાઓનો અંત આવશે અને તમને સન્માન પણ મળશે. તમને તમારા પિતા અને ગુરુનો સંપૂર્ણ સહયોગ મળવાનો છે. ધાર્મિક કાર્યોમાં પણ રસ રહેશે. પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
કન્યા: કન્યા રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર શુભ સાબિત થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. ધંધામાં આવતી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવા લાગશે. તમે તમારી પ્રતિભાથી તમામ મુશ્કેલીઓને સરળતાથી દૂર કરી શકશો. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો માનવામાં આવે છે. તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)