ગુલમહોરના ફૂલો, પાંદડા, દાંડી અને છાલનો ઉપયોગ કરીને, સંધિવા, પાઈલ્સ જેવા રોગો સહિત ત્વચા અને વાળને લગતી ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે.
સામાન્ય રીતે ગુલમહોરનું ઝાડ તેની સુંદરતા માટે જાણીતા હોય છે પરંતુ, આયુર્વેદમાં ગુલમહોરના ઝાડ કોઈ ખજાનાથી ઓછું નથી. આ ઝાડની છાલ, પાંદડા અને તેના ફળના ઔષધિના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. આનો સાચો ઉપયોગ કરવાથી બવાસીર, ડાયરિયા, વાળ ખરવા, માસિકના દુખાવા જેવી અનેક બીમારીઓથી છુટકારો મળી શકે છે
ગુલમહોરના ફૂલો, પાંદડા, દાંડી અને છાલનો ઉપયોગ કરીને, સંધિવા, પાઈલ્સ જેવા રોગો સહિત ત્વચા અને વાળને લગતી ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે. ગુલમહોરના ઝાડ પર ફક્ત એપ્રિલ અને મે મહિનામાં જ ફૂલો આવે છે અને તેના પાંદડા પીળા થઈ જાય છે. નવેમ્બરની આસપાસ તેના ફૂલો ખરી પડે છે.
ફૂલને સૂકવીને તેનો પાવડર બનાવો. દરરોજ 2 થી 4 ગ્રામ તેનું ચુર્ણ મધમાં ભેળવીને ખાઓ. આમ કરવાથી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન થતા દુખાવા અને તેનાથી સંબંધિત અન્ય સમસ્યાઓથી રાહત મળશે.
એ જ રીતે પીળા ગુલમહોરના પાનને પીસીને સંધિવાની પીડાદાયક જગ્યા પર લગાવવાથી દુખાવાની સમસ્યામાં રાહત મળે છે. તેની સાથે જ ગરમ પાણીમાં પાંદડાની પેસ્ટ ભેળવીને વાળના મૂળમાં લગાવવાથી પણ ફાયદો થાય છે.
ગુલમહોરનો ઉપયોગ પાઈલ્સની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પાઈલ્સની સમસ્યા હોય તો તેના પાનનો ઉપયોગ કરી શકાય છે. પીળા ગુલમહોરના પાનને દૂધ સાથે પીસીને મસા પર લગાવો. આમ કરવાથી દર્દ અને પાઈલ્સની સમસ્યાથી રાહત મળે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)