જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ તેના નિશ્ચિત સમય પર રાશિ બદલે છે. ગ્રહોના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના લોકો પર થાય છે. કેટલીક રાશિને શુભ ફળ મળે છે તો કેટલીક રાશિ માટે ગ્રહ ગોચર અશુભ સાબિત થાય છે. ગ્રહોના રાજા ગણાતા સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે.
જૂન મહિનામાં સૂર્ય રાશિ પરિવર્તન કરી બુધની રાશિ મિથુનમાં પ્રવેશ કરશે. પંચાંગ અનુસાર સૂર્ય 15 જૂને રાત્રે 12 કલાક અને 16 મિનિટે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મિથુન રાશિમાં સૂર્યના પ્રવેશથી કેટલીક રાશિના લોકોને વિશેષ ફળ પ્રાપ્ત થશે. રાશિ ચક્રની કેટલીક રાશિને સૂર્યના ગોચરથી સંભાળીને રહેવું પડશે તો કેટલીક રાશિ માટે સૂર્ય બમ્પર લાભ કરાવનાર સાબિત થશે.
સૂર્યના ગોચરથી આ રાશિને થશે ફાયદો
મેષ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય મેષ રાશિના પંચમ ભાવનો સ્વામી છે અને ત્રીજા ભાવમાં તે પ્રવેશ કરશે. તેથી આ રાશિના લોકોને વિશેષ લાભ થવાની સંભાવના છે. આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે અને કારકિર્દીમાં લાભ થશે. નવી નોકરીની તક પ્રાપ્ત થશે. વેપારમાં ખૂબ ધન લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. દાંપત્ય જીવન સારું રહેશે.
મિથુન
મિથુન રાશિના ત્રીજા ભાવના સ્વામી સૂર્ય છે અને હવે તે પહેલા ભાવમાં પ્રવેશ કરશે. એવામાં મિથુન રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. લાંબા સમયથી અટકેલા કામ પુરા થશે. નોકરી કરતા લોકોને લાભ થશે. આ સમય દરમિયાન મન લગાવીને કામ કરશો જેથી અધિકારીઓ પણ વખાણ કરશે. નવી નોકરીની તક પણ મળી શકે છે. પ્રમોશન થઈ શકે છે. વેપારમાં લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.
કન્યા
આ રાશિના 12 માં ભાવનો સ્વામી સૂર્ય છે અને તે દસમા ભાગમાં પ્રવેશ કરશે. તેવામાં આ રાશિના લોકોને ખૂબ લાભ થશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે કાર્ય ક્ષેત્રમાં લાભ થશે. નોકરીમાં ઇચ્છિત સફળતા મળશે. નોકરી બદલવાનું વિચારતા હોય તો આ સમય શુભ છે. વેપારીઓને પણ ખૂબ લાભ મળશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)