પપૈયાના પાનને ડેન્ગ્યુના દર્દીઓ માટે સૌથી વધારે ફાયદાકારક માનવામાં આવે છે. ઘણી રિસર્ચમાં આ પાનના રસને એન્ટી ડેન્ગ્યુ ગુણોથી ભરપૂર જણાવવામાં આવ્યો છે. આયુર્વેદમાં પપૈયાના પાનનો ઉપયોગ ઘણી બીમારીઓના ઇલાજમાં કરવામાં આવે છે.
આયુર્વેદમાં બીમારીઓનો ઇલાજ જડી-બુટ્ટીઓ અને ઝાડ-છોડથી કરાવામાં આવે છે. આપણી આસપાસ મળતા ઘણા ઝાડ-છોડમાં ઔષધિય ગુણોનો ખજાનો હોય છે, જેનો યોગ્ય રીતે ઉપયોગ કરીને ગંભીર બીમારીઓથી છૂટકારો મળી શકે છે. ઘણા છોડના પાનનો રસ ખૂબ જ લાભકારક હોય છે અને તેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા મળી શકે છે.
પપૈયાના પાનને પણ દેશી દવાઓનો ભંડાર માનવામાં આવે છે. ઘણીવાર તમે ડેન્ગ્યુના દર્દીઓને પપૈયાના પાનનો રસ પીતા જોયા હશે. પરંતુ આ પાનના ફાયદા અગણિત છે. આ ફળ જ નહીં પરંતુ તેના પાન પણ કમાલ કરી શકે છે.
લાંબા સમયથી એશિયન દેશોમાં પપૈયાના પાનનો ઉપયોગ બીમારીઓથી છૂટકારો મેળવવા માટે કરવામાં આવે છે. આયુર્વેદમાં પપૈયાના પાનને વરદાન માનવામાં આવ્યા છે અને ઘણી ચિકિત્સા પ્રણાલીઓમાં આ પાનને દવા સાથે ભેળવીને હર્બલ મેડિસિનની જેમ ઉપયોગમાં લેવામાં આવે છે.
પપૈયાના પાનમાં એન્ટી-ડેન્ગ્યુ, એન્ટી-કેન્સર, એન્ટી-ડાયાબિટિક, એન્ટી-ઇન્ફ્લેમેટરી અને ન્યૂરોપ્રોટેક્ટિવ ગુણ હોય છે. જો કે, પપૈયાના પાનના રસમાં કેટલાંક એવા તત્ત્વ હોય છે. જે શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તેવામાં તેનું સેવન ડોક્ટરની સલાહ બાદ જ કરો.
એવું માનવામાં આવે છે કે મેલેરિયા અને ડેન્ગ્યુ તાવથી રાહત મેળવવા માટે પપૈયાના પાનને ઉકાળીને તેનો રસ પીવો જોઈએ. પપૈયાના પાનનો અર્ક ડેન્ગ્યુના દર્દીઓમાં પ્લેટલેટ કાઉન્ટ અને વ્હાઇટ અને રેડ બ્લડ સેલ્સને ઝડપથી વધારવામાં મદદરૂપ થઈ શકે છે. પપૈયાના પાનમાં 50 થી વધુ કંપાઉન્ડ્સ ઓળખવામાં આવ્યા છે, જે ઘણા રોગોથી રાહત આપી શકે છે.
પપૈયાના પાનમાં ગ્લાયકોસાઇડ્સ, ફ્લેવોનોઇડ્સ, આલ્કલોઇડ્સ, સેપોનિન્સ, ફિનોલિક કંપાઉન્ડ, એમિનો એસિડ, લિપિડ્સ, કાર્બોહાઇડ્રેટ્સ, એન્ઝાઇમ્સ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. જો કે, દરેક વ્યક્તિએ કોઈપણ કારણ વગર આ પાનનો અર્ક પીવો જોઈએ નહીં અને એક્સપર્ટની સલાહ પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ.
પપૈયાના પાનમાં કસાય રસ હોય છે, જે શરીરની ઘણી સમસ્યાઓથી રાહત આપે છે. ડેન્ગ્યુ અને વાયરલ ફીવરથી પીડિત દર્દીઓને પપૈયાના પાનનો અર્ક પીવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ તેને દવાનો વિકલ્પ માનવામાં આવતો નથી.
પપૈયાના પાનનો અર્ક દવાઓ સાથે લઈ શકાય છે, જે પ્લેટલેટ કાઉન્ટમાં વધારો કરી શકે છે અને પેટની સમસ્યાઓમાં રાહત આપે છે. જો કે, જો કોઈ વ્યક્તિને પપૈયાના પાનનો અર્ક પીધા પછી સમસ્યા થવા લાગે છે, તો તેણે તેનું સેવન ન કરવું જોઈએ અને તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)