સનાતન ધર્મમાં કોઈપણ માંગલિક કાર્ય કરવામાં આવે તો તે પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે જે કામ શરૂ કરતાં પહેલાં ગણપતિજીની પૂજા કરવામાં આવે તે નિર્વિઘ્ન પૂર્ણ થાય છે. ભગવાન ગણેશને પ્રથમ પૂજનીએ દેવતા માનવામાં આવે છે. નિયમિત રીતે જે પણ વ્યક્તિ ગણેશજીની વિધિ વિધાનથી પૂજા કરે છે તેના પર ભગવાન ગણેશ હંમેશા પ્રસન્ન રહે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિ ચક્રની 12 રાશિમાંથી કેટલીક રાશિ એવી છે જેના પર ભગવાન ગણેશની કૃપા હંમેશા રહે છે. આ રાશિના લોકો પર ભગવાન ગણેશના ચાર હાથ હોય છે. કારણ કે આ ત્રણ રાશિ ભગવાન ગણેશને અતિપ્રિય છે. આ રાશિના લોકોનો સાથ ગણેશજી હંમેશા આપે છે. આ રાશિના લોકોના કામ ક્યારે અટકતા નથી. તેમના જીવનની સમસ્યાઓને ગણપતિજી દૂર કરે છે. તો ચાલો તમને જણાવીએ ગણેશજીની પ્રિય રાશિ કઈ કઈ છે.
મેષ
મેષ રાશિના લોકો પર ભગવાન ગણેશ હંમેશા પ્રસન્ન રહે છે. ભગવાન ગણેશની કૃપાથી મેષ રાશિના લોકોના જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે. તેમને બધા જ કાર્યોમાં સફળતા મળે છે. તેમનું વૈવાહિક જીવન પણ શાંતિમય રહે છે. તેઓ જીવન ખુશીઓમાં પસાર કરે છે. ભગવાન ગણેશના આશીર્વાદથી મેષ રાશિના લોકો સફળતા પ્રાપ્ત કરતા રહે છે.
મિથુન
મિથુન રાશિના લોકો પર પણ ભગવાન ગણેશ પ્રસન્ન રહે છે. મિથુન રાશિ ભગવાન ગણેશની સૌથી પ્રિય રાશિ છે. ભગવાન ગણેશની કૃપાથી આ રાશિના લોકો કરિયરમાં સફળતા પ્રાપ્ત કરે છે. સાથે જ વેપાર અને શિક્ષામાં પણ તેઓ નામ કમાય છે. ગણેશજીના આશીર્વાદથી મિથુન રાશિના લોકોનો સ્વભાવ પ્રભાવશાળી હોય છે. તે કોઈને પણ પોતાની તરફ સરળતાથી આકર્ષિત કરે છે
મકર
મકર રાશિ ભગવાન ગણેશની પ્રિય રાશિમાંથી એક છે. આ રાશિ પર ભગવાન ગણેશ હંમેશા મહેરબાન રહે છે. આ રાશિના લોકો પોતાનું કામ ઈમાનદારીથી કરે છે. આ લોકો કોઈ સાથે છેતરપિંડી કરતા નથી. ભગવાન ગણેશના આશીર્વાદથી આ રાશિના લોકો જે કામ હાથમાં લે છે તે પૂર્ણ કરે છે. મકર રાશિના લોકો ક્યારેય હાર માનતા નથી.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)