fbpx
Friday, December 27, 2024

આદુની ચા જ નહીં પરંતુ તેનો રસ પણ સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક, જાણો તેના ફાયદા

આદુ એ ભારતીય રસોડામાં વપરાતી એક મહત્ત્વપૂર્ણ સામગ્રી છે. સામાન્ય રીતે લોકો તેનો ઉપયોગ ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવા માટે કરે છે. આદુ માત્ર ખાવાનો સ્વાદ વધારવા માટે જ ઉપયોગી નથી પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ભારતીયો આદુવળી ચા પણ ખૂબ આનંદથી પીવે છે. ભાગ્યે જ કોઈ એવું હશે જેને આદુવાળી ચા ન ભાવતી હોય.

કોઈપણ સિઝન હોય, લોકો આદુવળી ચા પીવાનું બંધ નથી કરતા. આદુ પાચનક્રિયા સુધારવાની સાથે તે ઘણા લોકોને ગેસથી પણ રાહત આપવામાં પણ મદદરૂપ થયા છે.

આદુ તેના પૌષ્ટિક ગુણો માટે જાણીતું છે, જેના કારણે તેનો ઉપયોગ સદીઓથી ભારતીય રસોડામાં કરવામાં આવે છે. તેને તમારા ડાયટમાં સામેલ કરવાથી કબજિયાત, એસિડિટી, અપચો જેવી પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે. આદુવાળી ચા પીવા ઉપરાંત તમે તમારા ડાયટમાં આદુનો રસ પણ સામેલ કરી શકો છો. પરંતુ જો તમે દરરોજ સવારે ખાલી પેટ તેનો રસ પીશો તો જ તમને તેના ફાયદા મળશે.

ઉબકા અને ઉલ્ટીથી રાહત

આદુના ઔષધીય ગુણોને કારણે તેને ઉબકા કે ઉલ્ટી રોકવામાં અસરકારક માનવામાં આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન સવારના આવતા ઉલ્ટી-ઉબકાને રોકવામાં પણ તે અસરકારક માનવામાં આવે છે. એટલું જ નહીં, તે કીમોથેરાપી અને મોશન સિકનેસથી આવતા ઉબકાને પણ અટકાવે છે.

બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરે છે

આદુનો રસ ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારીને બ્લડ સુગરના લેવલને કંટ્રોલ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે આદુ બ્લડ સુગર લેવલને ઝડપથી ઘટાડી શકે છે અને HSBC લેવલને પણ સુધારે છે.

કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે

આદુ LDL (Low Density Lipoproteins) નું લેવલ ઘટાડવામાં અને HDL (HIgh Density Lipoproteins) નું લેવલ વધારવામાં અસરકારક સાબિત થાય છે. આ સાથે તે હૃદયને પણ સ્વસ્થ રાખે છે. કારણ કે LDL કોલેસ્ટ્રોલનું હાઈ લેવલ હૃદય રોગના જોખમમાં વધારો કરી શકે છે.

શરદી અને ઉધરસમાં અસરકારક

તમારા ડાયટમાં આદુના રસનો સમાવેશ કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, આ રીતે તમે મોસમી રોગોથી બચી શકો છો. એટલું જ નહીં, તે શરીરમાં સોજો ઓછો કરવામાં પણ મદદ કરે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles