એચબીઆઈ બેંકમાં ઇન્ટરવ્યૂ ચાલી રહ્યું હતું.
બ્રાન્ચ મેનેજર પહેલા સવાલનો જવાબ સાંભળીને 200 થી વધારે લોકોને રિજેક્ટ કરી ચુક્યો હતો.
છેલ્લા ત્રણ લોકો બચ્યા હતા.
પહેલા કેન્ડિડેટને મેનેજરે પૂછ્યું : તમારું નામ શું છે?
કેન્ડિડેટ 1 : પપ્પુ.
મેનેજર : ગેટ આઉટ.
બીજા કેન્ડિડેટને મેનેજરે પૂછ્યું : તમારું નામ શું છે?
કેન્ડિડેટ 2 : મારું નામ રાજેન્દ્ર પટેલ છે.
મેનેજર : નીકળી જાવ અહીંથી.
મેનેજર છેલ્લા કેન્ડિડેટને : તમારું નામ શું છે?
છેલ્લો કેન્ડિડેટ કાંઈ બોલ્યો નહિ.
મેનેજર : મેં પૂછ્યું વોટ ઇઝ યોર નેમ?
કેન્ડિડેટ ફરી ચૂપ રહ્યો.
મેનેજર : અરે પોતાનું નામ જણાવો.
કેન્ડિડેટ ફરી ચૂપ રહ્યો.
મેનેજર : સર કૃપા કરીને તમારું નામ જણાવો.
અંતે કેન્ડિડેટ બોલ્યો : મને નથી ખબર, કાઉન્ટર નંબર 4 પર પૂછી લો.
મેનેજર : ખુબ સરસ. તમે આ નોકરી માટે એકદમ પરફેક્ટ છો. તમારી નોકરી પાક્કી.
😅😝😂😜🤣🤪
દુકાનદાર : બહેન, તમે દુકાનમાં
આવો છો, દાગીના જુઓ છો,
પણ કંઈ લેતા કેમ નથી?
ગ્રાહક : હું હંમેશા લઉં છું,
પણ તમે ધ્યાન આપતા નથી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)