fbpx
Thursday, January 16, 2025

બપોરના સમયે જમ્યા પછી આવવા લાગે છે ઊંઘ? આ રીતે આળસ અને સુસ્તીથી છુટકારો મેળવો

બપોરના સમયે જમ્યા પછી કેટલાક લોકોને ઊંઘ આવે છે. અને આળસ અને સુસ્તી આવવા લાગે છે. જે લોકો ઘરે હોય છે તેઓ ચોક્કસપણે 15-20 મિનિટની પાવર નેપ લે છે, પરંતુ ઓફિસમાં કામ કરતા લોકો માટે આ ઊંઘમાંથી છૂટકારો મેળવવો મુશ્કેલ બની જાય છે. ઘણી વખત ડેસ્ક પર કામ કરતી વખતે લોકો ઝોકા ખાવા લાગે છે. ઊંઘમાંથી છુટકારો મેળવવા માટે કેટલાક લોકો વારંવાર પાણી કે ચા અને કોફી પીવે છે.

પરંતુ ક્યારેક આમ કરવાથી પણ ઊંઘ નથી ઉડતી. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે ભોજન કર્યા પછી વ્યક્તિને ઊંઘ કેમ આવે છે અને તેને દૂર કેવી રીતે કરવી?

જમ્યા પછી ઊંઘ શા માટે આવે છે?

જમ્યા પછી, આપણા આંતરડા ખોરાકને પચાવવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં શરીરનું બ્લડ સુગર લેવલ ઓછું થવા લાગે છે. જેના કારણે વ્યક્તિ આળસ અને સુસ્તી અનુભવે છે. જો તમે જરૂરિયાત કરતા વધુ જમો છો, તો બ્લડ સુગર લેવલ અચાનક વધી જાય છે. જેના કારણે થાક અને નિંદ્રા આવે છે. ઘણી વખત, દૂધ, દહીં અથવા વધુ પડતી મીઠાઈઓ ખાધા પછી પણ વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે.

જમ્યા પછી ઊંઘ ન આવે એ માટે શું કરવું?

જો બપોરે જમ્યા પછી ઓફિસમાં કામ કરતી વખતે તમને ઊંઘ આવતી હોય તો દિવસ દરમિયાન હળવો ખોરાક લેવો જરૂરી છે. તમારા ડાયટમાં શક્ય તેટલી વધુ ફાઇબરયુક્ત વસ્તુઓનો સમાવેશ કરો. રાત્રે પૂરતી ઊંઘ લો અને કસરત કરો. પુષ્કળ પાણી પીઓ અને તરત જ ચા કે કોફી પીવાનું ટાળો.

જમ્યા પછી, 10 મિનિટ માટે ચાલો. જમ્યાના અડધા કલાક પછી પાણી પીવું જોઈએ. જો તમને ઊંઘ આવતી હોય, તો તમારી આંખો પર પાણીના છાંટો અને થોડી વાર આટા મારો. તેનાથી તમારી ઊંઘ ઊડી જશે. જમ્યા પછી વરિયાળી અથવા અન્ય કોઈ માઉથ ફ્રેશનરનો ખાઈ શકો છો. દરરોજ એક જ સમયે ભોજન કરો લો. ખોરાકની માત્રા હંમેશા ભૂખ કરતા ઓછી રાખો.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles