સનાતન ધર્મમાં શુક્રવારને માતા લક્ષ્મીને સમર્પિત દિવસ ગણવામાં આવ્યો છે. માતા લક્ષ્મી જીવનમાં ધન, વૈભવ અને વિલાસતા પ્રદાન કરે છે. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી શુભ ગણાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે જો કેટલાક ઉપાય કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં રાજા જેવો વૈભવ પ્રાપ્ત થાય છે.
માન્યતા છે કે શુક્રવારના દિવસે માં લક્ષ્મીના મંત્ર ” ॐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં ॐ મહાલક્ષ્મી નમ: “ નો જાપ કરવો જોઈએ. આ મંત્રના જાપ સિવાય શુક્રવારે લક્ષ્મી સ્ત્રોત, કનકધારા સ્ત્રોત કે શ્રી સૂક્તનો પાઠ પણ કરી શકાય છે. જે ઘરમાં આ મંત્ર અને પાઠ થાય છે ત્યાં માં લક્ષ્મીના આશીર્વાદ હંમેશા રહે છે. આ સિવાય શુક્રવારના દિવસે માં લક્ષ્મીને લાલ ચાંદલો, ચુંદડી, બંગડી સહિતની શ્રૃંગારની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. તેનાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
શુક્રવારના અચૂક ઉપાય
શુક્રવારના દિવસે સફેદ રંગના કપડા પહેરી માતા લક્ષ્મીની સામે શ્રી સૂક્તનો પાઠ કરો. શુક્રવારે પીળા કપડામાં પાંચ પીડી કોડી થોડું કેસર અને એક ચાંદીનો સિક્કો રાખી તેની પોટલી બનાવી તિજોરીમાં રાખી દો. આમ કરવાથી કરજથી મુક્તિ મળે છે અને ધનની આવક વધે છે.
પતિ-પત્નીના જીવનમાં સમસ્યાઓ હોય તો શુક્રવારે કાળી કીડી ને ખાંડ ખવડાવો.
શુક્રવારના દિવસે માતા લક્ષ્મીના મંદિરમાં શંખ, કમળ, મખાના અર્પણ કરવા જોઈએ. શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવાથી સંપત્તિ અને સંતાન પ્રાપ્ત થાય છે.
કહેવાય છે કે ઘરમાં લક્ષ્મીજી સંધ્યા સમયે આવે છે. તેથી શુક્રવારની સાંજે ઘરમાં અંધારું રાખવું નહીં. સૂર્યાસ્ત સમયે ઘરની બધી જ લાઈટ ચાલુ રાખવી.
શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરો ત્યારે તેમને મોગરાનું અત્તર અર્પણ કરવું. આ સિવાય દેવી લક્ષ્મીને કેવડાનું અત્તર અર્પણ કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે.
શુક્રવારના દિવસે તુલસીની પૂજા અચૂક કરવી. સવારે તુલસીની પૂજા કરી સાંજે તુલસી પાસે ઘીનો દીવો કરવો.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)