fbpx
Friday, January 17, 2025

હનુમાનજીની સામે બેસીને કરો લવિંગ અને કપૂરનો આ ઉપાય, જીવનનું સૌથી મોટું સંકટ પણ દૂર થશે

જ્યોતિષશાસ્ત્રમાં ઘણા એવા ઉપાયો અને ટોટકા જણાવવામાં આવ્યા છે જેને કરવાથી જીવનની ઘણી બધી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. આ ટોટકા કરવામાં ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુઓનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનનું મોટામાં મોટું સંકટ પણ દૂર થઈ શકે છે. આ ઉપાય કરવાથી વ્યક્તિને પોતાની સ્થિતિમાં લાભ દેખાવા લાગે છે. આજે તમને લવિંગ અને કપૂરના આવા જ કેટલાક સરળ ઉપાયો વિશે જણાવીએ.

લવિંગ અને કપૂરના ચમત્કારી ઉપાય 

સાંજના સમયે ચાંદીની વાટકીમાં કપૂર અને લવિંગ એકસાથે સળગાવવાથી વ્યક્તિના જીવનમાં અદભુત લાભ જોવા મળે છે. જે વ્યક્તિ નિયમિત આ કામ કરે છે તેના જીવનમાં ધનની ખામી રહેતી નથી સાથે જ ગૃહ ક્લેશની સ્થિતિથી પણ છુટકારો મળે છે. 

જો તમારા જીવનમાં ખૂબ જ સમસ્યાઓ હોય અને સમસ્યાઓ દૂર જ થતી ન હોય તો મંગળવારે આ અસરકારક ઉપાય કરવો. મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં પાંચ લવિંગ અને એક કપૂર લઈને જવું. હનુમાનજીના દર્શન કરીને સુખ, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી કપૂર અને લવિંગને સળગાવો. ત્યાર પછી તેની જે રાખ હોય તેનાથી માથા પર તિલક કરો. આ ઉપાય કરવાથી જીવનમાં આવેલી સમસ્યા દૂર થઈ શકે છે. 

જીવનમાં દરેક વ્યક્તિ સફળ થવા ઈચ્છે છે પરંતુ કેટલાક લોકો મહેનત કરે તેમ છતાં સફળ થઈ શકતા નથી. તમારા જીવનમાં પણ આવી સમસ્યા હોય તો એક પાનનું પત્તું લઈ તેના પર લવિંગ, સોપારી અને એલચી રાખીને ગણેશજીને અર્પણ કરો. ત્યાર પછી ગણપતિજીને સફળતા માટે પ્રાર્થના કરો. મહત્વનું કામ કરવા જતા હોય તે પહેલા પણ આ ઉપાય કરી શકાય છે. તેને કરવાથી કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles