જ્યોતિષ શાસ્ત્રમાં કુલ 16 તિથિઓ જણાવવામાં આવી છે, જેમાં પૂર્ણિમા તિથિ પણ સામેલ છે. દર મહિનામાં એક પૂર્ણિમા આવે છે. આ રીતે દર વર્ષે 12 પૂર્ણિમા આવે છે. પૂર્ણિમા તિથિના દિવસે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની સાથે ચંદ્રદેવની પૂજા વિધિવત રીતે કરવાનું વિધાન છે. સાથે જ જો કોઇ જાતકની કુંડળીમાં શનિની સાડાસાતી ચાલી રહી છે, તો આ દિવસે શનિદેવની પૂજા કરવાથી લાભ થઇ શકે છે.
જો કોઇ જાતકની કુંડળીમાં શનિની સાડાસાતી ચાલી રહી છે, તો તેનાથી છૂટકારો મેળવવા માટે શનિદેવને શું ચડાવવાથી લાભ થઇ શકે છે. તેના વિશે જાણીએ.
કાળા તલ
શનિદેવને તલ અતિ પ્રિય છે. તેમના પર તલ ચડાવવાથી તેઓ પ્રસન્ન થાય છે અને પોતાની કૃપા વરસાવે છે. શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. તેમની ઉપર તલ ચડાવવાથી અનેક જન્મોના પાપોનો નાશ થાય છે. તેવામાં શનિની દશા કે સાડાસાતી દરમિયાન શનિદેવને તલ ચડાવવાથી પીડા ઓછી થાય છે. કુંડળીમાં ગ્રહોની શાંતિ માટે પણ શનિદેવને તલ ચડાવવામાં આવે છે. તેવામાં જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે ખાસ કરીને તલ ચડાવવાથી વ્યક્તિને શુભફળની પ્રાપ્તિ થાય છે.
સરસિયાનું તેલ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સરસિયાના તેલમાં નકારાત્મક ઉર્જાને શોષવાની ક્ષમતા હોય છે. શનિદેવને સરસિયાનું તેલ ચડાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. શનિદેવને સરસિયાનું તેલ ચડાવવાથી માનસિક શાંતિ મળે છે. જો કોઇ જાતકની કુંડળીમાં શનિની સાડાસાતીનો પ્રભાવ છે, તો જ્યોતિષ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં શનિદેવને સરસિયાનું તેલ ચડાવવાથી લાભ થઇ શકે છે.
શમીના ફૂલ
જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે શનિદેવને શમીના ફૂલ ચડાવવાથી વ્યક્તિને તમામ સમસ્યાઓછી છૂટકારો મળી શકે છે. શનિદેવને શમીના ફૂલ ચડાવવાથી ધન લાભ થાય છે. શનિદેવને શમીના ફૂલ ચડાવવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે અને રોગોછી મુક્તિ મળે છે. શનિદેવને શમીના ફૂલ ચડાવવાથી નોકરી અને બિઝનેસમાં સફળતા પ્રાપ્ત થાય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)