fbpx
Thursday, January 16, 2025

સવારે ઉઠીને તમે બ્રશ નથી કરતા…?? 😅😝😂😜🤣🤪

કાલે ઓફિસે ઘણી ચર્ચાઓ કરી કે,
યુક્રેન ના વડા એ આમ કરવું જોઈએ,
રશિયાએ આમ ન કરવુ જોઈએ
અને નાટો એ તેમ કરવુ જોઈએ….
હું ત્યાં હોઉં તો આમ કરી નાખું અને તેમ કરી નાખું ,
ત્યાં ઘરેથી ફોન આવ્યો કે શું જમવાનુ બનાવુ… ??
મેં પણ ઓફિસમા સીન જમાવવા રુઆબથી કીધું કે
બટેકાનુ શાક અને થેપલા બનાવી નાખ…..!
ઘરે ગ્યો તો તાંદળજાની ભાજી અને ભાખરી બનાવી’તી…..
મેં પણ કંઈ લપ કર્યા વગર જમી લીધું ,
ક્યાં ખોટી માથાકૂટ કરવી આપણે યુક્રેનની જેમ… !!??!! 
😅😝😂😜🤣🤪

છેલ્લા પચ્ચીસ વર્ષ થી મારા વાઇફની એક ફરીયાદ રહી છે કે….

હું સવારે બ્રશ કર્યા પછી ટુથપેસ્ટની કેપ બંધ નથી કરતો….
ખુલ્લીજ મુકી દઉં છું…!!

આવતા અઠવાડીએ એનો જન્મ દિવસ….
એટલે એને રાજી કરવા ઉપર જણાવેલી કુટેવ છોડવાનુ મેં નક્કી કર્યું…!!
એટલે દરરોજ સવારે બ્રશ કરીને ટુથપેસ્ટની કેપ ભુલ્યા વગર બંધ કરતો…!!
એવી આશા સાથે કે પત્નિએ મારા સુધર્યાની નોંધ લીધી હશે…
હું એના સીંપલ થેંક્સની રાહ જોતો હતો….!!

ત્યાંજ એણે રસોડામાંથીબુમ પાડી અને પુછ્યું….

હમણા ચાર-પાંચ દિ થી સવારે ઉઠીને તમે બ્રશ નથી કરતા…??
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles