fbpx
Friday, November 29, 2024

નિર્જલા એકાદશીના દિવસે ન કરો આ કામ, ઘરમાં આવે છે ગરીબી

નિર્જળા એકાદશીને શાસ્ત્રોમાં અતિ શુભ ગણવામાં આવી છે. આ તિથિ પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તે શીઘ્ર પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. આ વર્ષે નિર્જળા એકાદશીનું વ્રત 18 જૂને રાખવામાં આવશે. આ દિવસે અનેક લોકો નિર્જળા વ્રત કરે છે પરંતુ કેટલાક લોકો આ કઠોર વ્રત કરી શકતા નથી. જે લોકો વ્રત ન કરી શકે તેમણે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ.

નિર્જળા એકાદશીના દિવસે શ્રી હરિના દર્શન કરવા જવું જોઈએ. સાથે જ આ દિવસે કેટલાક કાર્ય છે જેને કરવાથી બચવું જોઈએ. આ કામ કરવાથી જીવનમાં અશુભતા આવે છે. તો ચાલો તમે પણ જાણી લો એકાદશીના  દિવસે કયા કામ કરવાની મનાઈ હોય છે. 

નિર્જળા એકાદશી પર ન કરો આ કામ

નિર્જળા એકાદશી પર અનાજનું સેવન ન કરવું.
આ દિવસે તામસિક ભોજન કરવાથી પણ બચવું જોઈએ.
આ દિવસે ભુલથી પણ ચોખા ખાવા નહીં.
આ દિવસે મસૂરની દાળ, મૂળા, રીંગણા, ડુંગળી, લસણ, જેવી વસ્તુઓનું સેવન કરવું નહીં.
આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. 
એકાદશીના દિવસે કોઈ સાથે વિવાદ ન કરો.
નિર્જળા એકાદશીના દિવસે બેડ પર સુવું નહીં.
આ તિથિ પર કોઈ પણ વ્યક્તિને લઈ ખરાબ શબ્દો બોલવા નહીં.

ક્યારે છે નિર્જળા એકાદશી ?

હિંદુ પંચાંગ અનુસાર આ વર્ષે નિર્જળા એકાદશીની તિથિનો પ્રારંભ 17 જૂન અને સોમવારે સવારે 4 કલાક અને 43 મિનિટે થશે જેનું સમાપન મંગળવાર અને 18 જૂને સવારે 7 અને 24 મિનિટે થશે. ઉદયાતિથિ અનુસાર નિર્જળા એકાદશી 18 જૂને રાખવામાં આવશે. 

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles