fbpx
Friday, November 29, 2024

ગાયત્રી જયંતિ પર આ ઉપાય કરવાથી દેવી ગાયત્રી પ્રસન્ન થશે, જાણો તિથિ અને શુભ મુહૂર્ત

સનાતન ધર્મમાં લોકો માટે ગાયત્રી મંત્રનું વિશેષ મહત્વ છે. આ દિવસે ખાસ કરીને વેદોની દેવી માતા ગાયત્રીની પૂજા આરાધના કરવામાં આવે છે. વૈદિક પંચાંગ અનુસાર, દર વર્ષે જેઠ માસની શુક્લ પક્ષની એકાદશીની તિથિના દિવસે ગાયત્રી જયંતિનો પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે શુક્લ પક્ષની એકાદશીની તિથિનો આરંભ 17 જૂનના રોજ પ્રાતઃ કાળ 4 વાગ્યાને 43 મિનિટથી થઇ રહ્યો છે, જેનું સમાપન બીજા દિવસે 18 જૂન સવારે 6.24 મિનિટ પર થશે.

એવામાં ઉદયા તિથિના આધારે ગાયત્રી જયંતિનો પર્વ 17 જૂન 2024ના રોજ ઉજવાશે. ત્યાં જ માતાની પૂજા આ દિવસે તમે સવારે 8.53થી લઇ સવારે 10.37 વચ્ચે કરી શકો છો.

ગાયત્રી મંત્રના અચૂક ઉપાય

ધાર્મિક માન્યતાઓ અનુસાર, જ્ઞાનની દેવી માતા ગાયત્રીની ઉપાસના કરવાથી વ્યક્તિની બુદ્ધિનો વિકાસ થાય છે. એટલા માટે દિવસે ખાસ કરીને વિદ્યાર્થીઓએ પૂજા કરવી જોઈએ. એનાથી જીવનમાં સફળતા મળવાની સંભાવના વધી જાય છે. તો ચાલો જાણીએ ગાયત્રી મંત્રના ઉપાયો અંગે.

ગાયત્રી જયંતિના દિવસે માતા ગાયત્રી સામે ઘીનો દીવો પ્રગટાવો. પછી 108 વખત ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરો. આ ઉપાયને સાચા મનથી કરવાથી તમને માતાના આશીર્વાદ મળશે, જેનાથી બુદ્ધિનો વિકાસ થશે.

જીવનમાં સફળતા મેળવવા માટે દરેક વ્યક્તિએ ગાયત્રી જયંતિના દિવસે પ્રાતઃ કાળમાં માતાની આરાધના કરવી જોઈએ. એની સાથે જ એમને ફૂલ, ધૂપ, ફળ, નૈવેદ્ય અને દીવો અર્પિત કરવો પણ શુભ હોય છે.

ગાયત્રી જયંતિના દિવસે માતા ગાયત્રીની સવારે અને સાંજે આરતી જરૂર કરવી જોઈએ. એનાથી દિમાગ તેજ થાય છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles