ભગવાન શિવનું પ્રતીક શિવલિંગ છે. શિવલિંગ ભગવાન શિવની અનંત ઊર્જા અને શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. તેના ત્રણ ભાગ હોય છે. નીચેના ભાગમાં ભગવાન બ્રહ્માનો વાસ હોય છે મધ્ય ભાગમાં ભગવાન વિષ્ણુ રહે છે અને ઉપરના ભાગમાં સ્વયમ શિવજી બિરાજે છે. આમ શિવલિંગ સૃષ્ટિના રચયિતા પાલન કરતાં અને વિનાશ કરતા એમ ત્રણેય દેવોનું મહાપ્રતિક છે. શિવલિંગ ની પૂજા પણ અલગ અલગ રીતે થાય છે. જીવનની સમસ્યા અનુસાર શિવલિંગની પૂજા કરવામાં આવે છે. આજે તમને આ વિધિ વિશે જણાવીએ.
રોગમુક્તિ માટે
જો તમે કોઈ રોગ કે બીમારીથી પરેશાન છો તો ભગવાન શિવની પૂજા ઘી થી કરવી. તેના માટે શિવલિંગની પૂજા કરો ત્યારે જેલમાં દેશી ઘી ઉમેરીને શિવજીને અર્પિત કરો. તેનાથી રોગમુક્તિ થાય છે.
એશ્વર્ય પ્રાપ્ત કરવા
જો જીવનમાં વૈભવ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરવું હોય તો રોજ રાત્રે 11 થી 12 ની વચ્ચે શિવલિંગની પૂજા કરવી. તેના માટે શિવલિંગ સામે એક દીવો કરીને શિવ મંત્રનો જાપ કરવો.
પિતૃદોષથી મુક્તિ માટે
જો તમારી કુંડળીમાં પિતૃદોષ છે અને તેના કારણે જીવનમાં બાધા આવી રહી છે તો શિવલિંગ પર સ્વચ્છ જળમાં જવ મિક્સ કરીને શિવજીનો અભિષેક કરો. તેનાથી પિતૃદોષ સમાપ્ત થશે.
સર્વબાધા મુક્તિ
જો તમારા કામ અટકી પડે છે અને કોઈને કોઈ વિઘ્ન જીવનમાં આવતા જ રહે છે તો પાણીમાં કાળા તલ મિક્સ કરીને શિવજીનો અભિષેક કરો. આમ કરવાથી જીવનમાં આવતી બધી જ બધાઓ અને અડચણ દૂર થવા લાગશે.
કરજ મુક્તિ માટે
સનાતન ધર્મમાં કરજના બોજને સારો માનવામાં નથી આવતો. તે પ્રગતિમાં બાધા બને છે જો તમે પણ કરજથી પરેશાન હોય તો કરજ મુક્તિ માટે અને ધન પ્રાપ્તિ માટે શિવલિંગને રોજ પાણીમાં ચોખા મિક્સ કરીને છોડાવો.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)