એટલી ભીષણ ગરમી પડી રહી છે કે લોકોને સમજાતું નથી કે શું કરવું અને શું ન કરવું. સૌકોઇ હીટ વેવથી પરેશાન છે. દેશભરમાં ઘણા રાજ્યોમાં એટલી ગરમી પડી રહી છે કે લોકોના જીવ જઇ રહ્યાં છે. તેવામાં ખૂબ જ જરૂરી છે કે તમે આ જીવલેણ ગરમીમાં ઘરની બહાર ત્યારે જ નીકળો જ્યારે ખૂબ જ જરૂરી હોય. આ દિવસોમાં ખાનપાનમાં પણ ઠંડી તાસીર વાળી વસ્તુઓ સામેલ કરવી જોઇએ. તે શરીરને ઠંડુ રાખે છે. અમે તમને કેટલાંક એવા અનાજ વિશે જણાવી રહ્યાં છીએ, જે સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે, શરીરને ઠંડુ પણ રાખે છે.
જવ
જવ શરીરને ઠંડુ રાખવાની સાથે બ્લડ સુગર પણ કંટ્રોલમાં રાખે છે. સાથે જ ફાયબર હોવાના કારણે તે કબજિયાતને દૂર કરે છે. તમે તેને સૂપ, સલાડ, સાઇડ ડિશ, સ્ટર ફ્રાય કરીને ખાઇ સકો છો.
જુવાર
જુવારના સેવનથી શરીરનું તાપમાન રેગ્યુલેટ થાય છે. ગરમી માટે તે ખૂબ જ હેલ્ધી અને કૂલિંગ અનાજ છે. શરીરમાં વધુ ગરમી જમા થવાથી રોકવામાં મદદ કરી શકે છે સાથે જ તેમાં આયરન, પ્રોટીન અને ફાયબર વધુ હોય છે. તેના સેવનથી શરીરમાં આયરનની કમી નથી થતી. કબજિયાથી બચાવે છે. પાચન તંત્ર સારું રહે છે. તમે જુવારની રોટલી, ખીચડી, પુલાવ બનાવીને ખાઇ શકો છો.
બાજરી
એક રીતે બાજરીને પચાવવી ખૂબ જ સરળ હોય છે. તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તે હાડકાના નિર્માણમાં મદદ કરે છે. રાંધ્યા પછી તેનો સ્વાદ કણકી જેવો થઇ જાય છે. તમે બાજરીનો ઉપયોગ ઢોસા, પુલાવ કે ખીચડી બનાવવા માટે કરી શકો છો.
ચોખા
ચોખા તાસીરમાં ઠંડા અને ખૂબ જ સરળતાથી પચવા યોગ્ય હોય છે. ચોખા સૌથી સરળતાથી અને અનેક રીતે બનાવી શકાય તેવું અનાજ છે.
રાગી
આ એક ગ્લુટેન ફ્રી અનાજ છે, જે ગરમીમાં તમારા શરીરને ઠંડુ રાખે છે. સાથે જ તે સેલ્યુલોઝથી પણ ભરપૂર હોય છે. સેલ્યુલોઝ કબજિયાતને દૂર રાખવામાં મદદ કરે છે. રાગીથી તમે રોટલી, ઇડલી, ઢોસા, લાડુ વગેરે બનાવીને સેવન કરી શકો છો. તેનાથી તમને ગરમીથી રાહત મળશે. સાથે જ શરીર, પેટ બધું જ કૂલ રહેશે. આ ઉપરાંત સ્વાસ્થ્યને પણ ઘણા લાભ મળશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)