રઘો : કામ કરી કરી ને થાકી ગયો છું,
કંઈક એવો ધંધો બતાવને
બળ બીજા કરે અને
રૂપિયા મને મળે.
ઘુઘો : સુલભ સૌચાલય ખોલી નાખ.
😅😝😂😜🤣🤪
લાંબા ને સીધા કાળા ભમ્મર વાળવાળી સુંદર તરૂણીએ
સૂર્યોદયના સમયે માથાબોળ નાહીને
ભીંજાયેલા કેશની લટોમાં હાથ ફેરવીને
એના સુંદર નયનની આડે આવેલી રેશમી લટોને
હટાવીને એની લાંબી ડોકને હળવેથી ઝટકો આપે
ત્યારે જેટલું પાણી ઊડે…
એટલો વરસાદ અમારે ત્યાં પડે છે
😆😆😆🤣 🌩🌦
“આજથી પાણી મૂક્યું, ગમે તે થાય પણ કોઈ દિ’ કોઈ
કવિને પૂછવું નહીં કે
તમારે ત્યાં વરસાદ આવી ગ્યો કે નહીં?”
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)