fbpx
Wednesday, November 27, 2024

દિવસની શરૂઆત આ વસ્તુઓ સાથે કરો, આખો દિવસ થાક નહીં લાગે

એવું કહેવામાં આવે છે કે જો તમે સવારે યોગ્ય નાસ્તો કરો છો, તો બોડી દિવસભર એક્ટિવ રહે છે. કામ કરતી વખતે પણ તમે ઉર્જાવાન અનુભવો છો. પરંતુ જો તમે નાસ્તો યોગ્ય રીતે ન કરો તો તમે આખો દિવસ આળસ અને થાક અનુભવો છો. આજની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં લોકો પોતાના ડાયટ પર ધ્યાન આપી શકતા નથી. આજકાલ લોકો ઇન્સ્ટન્ટ ફૂડ પર વધુ નિર્ભર બની ગયા છે. મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત કોફી અથવા ચાના કપથી કરે છે.

પરંતુ આ દિવસની તંદુરસ્ત શરૂઆત ન કહેવાય. દિવસભર ઉર્જાવાન રહેવા માટે, તમારે વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબર સહિત તમામ પોષક તત્વોની જરૂર છે. તેથી અમે તમને જણાવીશું કે તમારે તમારા દિવસની શરૂઆત આ વસ્તુઓથી કરવી જોઈએ.

આમળાનું જ્યુસ

સવારે ઉઠ્યા પછી આમળાનો રસ પીવો. તેમાં વિટામિન C ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેને પીવાથી શરીરમાંથી ટોક્સિન્સ દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને રોગો સામે લડવામાં મદદ કરશે.

એલોવેરાનું જ્યુસ

એલોવેરાનો ઉપયોગ આપણા ઘરોમાં સદીઓથી થતો આવ્યો છે. મોટાભાગના લોકોના ઘરમાં એલોવેરાનો છોડ હોય છે. તેનો જ્યુસ પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને પાચનક્રિયા પણ સારી રહે છે.

પપૈયા

પપૈયામાં વિટામીન A અને ફાઈબર મળી આવે છે. રોજ સવારે પપૈયું ખાવાથી આંતરડાનું સ્વાસ્થ્ય સારું રહે છે. પપૈયું ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે.

ડ્રાય ફ્રુટ્સ

રોજ સવારે ડ્રાય ફ્રુટ્સ જેવા કે બદામ, અખરોટ અને પિસ્તા ખાઓ. તે પ્રોટીન અને હેલ્ધી ફેટનું મિશ્રણ, ડ્રાય ફ્રુટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આનાથી દિવસ દરમિયાન શરીરમાં એનર્જી જળવાઈ રહે છે.

તકમરિયાં સાથે નારિયેળ પાણી

ઉનાળામાં નારિયેળ પાણી અમૃતથી ઓછું નથી. તેમાં ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે, જે શરીરને હાઈડ્રેટ રાખે છે. તમે તેમાં તકમરિયાં ઉમેરીને પી શકો છો. આમ કરવાથી તમને ફાઈબરની સાથે હેલ્ધી ફેટ્સ પણ મળશે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles