fbpx
Saturday, January 11, 2025

આ યોગાસન બન્યા છે ભગવાન શિવની મુદ્રાથી, તેને કરવાથી થાય છે ફાયદા

યોગ શબ્દની ઉત્પત્તિ સાંસ્કૃતિક શબ્દ યુઝ(YUJ) પરથી થઈ છે. જેનો અર્થ થાય છે – J એટલે જોડાવું, Y એટલે યોક એટલે મળવુ અને U એટલે યુનાઈટ એટલે એક થવું. એવું કહેવામાં આવે છે કે યોગ સંસ્કૃતિ અને પૌરાણિક સમયથી શરૂ થયો છે. ભગવાન શિવને યોગના પ્રથમ ગુરુ માનવામાં આવે છે. યોગની ઉત્પત્તી પણ ભગવાન શિવથી થઈ.ત્યારે આ યોગ દિવસ પર ભગવાન શિવના એ પ્રખ્યાત યોગ મુદ્રા અને તેના ફાયદા જાણો અહીં.

અર્ધ મત્સ્યેન્દ્રાસન : આખો દિવસ એક જ મુદ્રામાં બેસી રહેવાથી તમારી પીઠમાં દુખાવો થાય છે. તેનાથી બચવા માટે તમે અર્ધ મત્સ્યેન્દ્રાસન કરી શકો છો. સવારે લગભગ 10 થી 15 મિનિટ આ આસન કરવાથી કમરના દુખાવામાં રાહત મળે છે. આ સાથે, અન્ય પગ, હાથ અને ઉપરના ભાગના સ્નાયુઓ ખેંચાય છે. રક્ત પરિભ્રમણ સુધારે છે, પાચન સુધારે છે, તણાવ દૂર કરે છે, કરોડરજ્જુને લવચીક બનાવે છે.

નટરાજ આસન : નટરાજ આસન એ ભગવાન શિવનું પ્રિય યોગ આસન છે. તેના સ્વરૂપને ભગવાન શિવ દ્વારા તેમના નટરાજ સ્વરૂપમાં કરવામાં આવેલ નૃત્ય ચાલ તરીકે અર્થઘટન કરવામાં આવે છે. જો તેનો નિયમિત અભ્યાસ કરવામાં આવે તો તેનાથી વજન ઘટાડવામાં, શરીરની મુદ્રામાં સુધારો કરવામાં અને શારીરિક સંતુલન સુધારવામાં મદદ મળે છે. નટરાજસન યોગ કરવાથી જાંઘ, હિપ્સ, પગની ઘૂંટી અને છાતી ખેંચાય છે અને મજબૂત થાય છે, એકાગ્રતા આવે છે

ધ્યાન મુદ્રાસન : ધ્યાન મુદ્રા એ મેડિટેશનની પોશીસન છે. તેનાથી માનસીક શાંતીની સાથે એકાગ્રતા વધે છે. તેનો નિયમીત અભ્યાસ કરવામાં આવે તો તેનાથી બુદ્ધિ અને યાદશક્તિ વધે છે, એકાગ્રતા વધે છે, શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ સાથે જ્ઞાન મુદ્રાનો નિયમિત અભ્યાસ કરવાથી ક્રોધ, ભય, શોક, ઈર્ષ્યા વગેરે જેવી તમામ માનસિક વિકૃતિઓમાંથી મુક્તિ મળે છે અને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે.

વૃક્ષાસન : વૃક્ષાસન યોગ માનસિક, શારીરિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને સુધાર કરવા માટે મદદરુપ થાય છે. આ યોગ સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. વૃક્ષાસન અથવા વૃક્ષ દંભાસનનો નિયમિત અભ્યાસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચાલો જાણીએ તેના સ્વાસ્થ્ય લાભો પગના સ્નાયુઓને મજબૂત બનાવે છે, હાથના સ્નાયુઓને મજબૂત બનાવે છે, માનસિક સ્વાસ્થ્ય સુધારે છે.

એક પદ રાજકપોતાસન : એક પદ રાજકપોતાસન એ ઉચ્ચ કક્ષાનું યોગ આસન છે, જે શરીરમાં પૂરતી લવચીકતા હોય તે પછી જ કરી શકાય છે. આમાં, શરીરના ઘણા સાંધાઓ પૂરતા પ્રમાણમાં ખેંચાય છે અને આ ભાગોના સ્નાયુઓ મજબૂત બને છે. અંગ્રેજીમાં, રાજકપોટાસનને “કિંગ પિજન પોઝ” તરીકે ઓળખવામાં આવે છે. આ આસાન શરીરને ઉર્જા પ્રદાન કરે છે. રાજકપોતાસન, માનસિક સમસ્યાઓ દૂર કરવા માટેનું આસન છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles