fbpx
Saturday, January 11, 2025

વટ સાવિત્રી વ્રતમાં મહિલાઓએ ન કરવી જોઈએ આ ભૂલ, જાણો વ્રતનું મહત્વ

હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું ખૂબ જ મહત્વ છે. દેશભરમાં વટ સાવિત્રી વ્રત બે અલગ અલગ દિવસે રાખવામાં આવે છે. કેટલીક જગ્યાએ જેઠ મહિનાની અમાસના દિવસે આ વ્રત રખવામાં છે તો કેટલીક મહિલાઓ પૂર્ણિમાની તિથિ પર આ વ્રત રાખે છે.  

પૂર્ણિમા

પંચાંગ અનુસાર જેઠ મહિનાની પૂર્ણિમા 21 જુને 7.30 કલાકથી શરૂ થશે અને 22 જૂને સવારે 6.37 કલાકે સમાપ્ત થશે. વટ સાવિત્રીની પૂજા અભિજીત મુહૂર્તમાં કરવામાં આવે છે.   

શુભ મુહૂર્ત

વટ સાવિત્રી વ્રતની પૂજા કરવા માટે શનિવારે ત્રણ શુભ મુહૂર્ત છે. પહેલું મુહૂર્ત સવારે 7.08 મિનિટથી 8.53 મિનિટ સુધી રહેશે. બીજું મુહૂર્ત 8.53 મિનિટ થઈ 10.37 મિનિટ સુધી રહેશે. ત્યાર પછી 12.23 મિનિટથી 2.07 મિનિટ સુધી શુભ મુહૂર્ત છે.   

પલાળેલા ચણા

વટ સાવિત્રીના દિવસે સવારે જલ્દી જાગી સ્નાન કરી લાલ અથવા તો પીળા રંગના વસ્ત્ર પહેરવા. ત્યાર પછી વડલાના ઝાડની પૂજા કરવી. પૂજા કરવા માટે વડના ઝાડમાં પાણી ચડાવવું અને કંકુ-ચોખાથી પૂજા કરી પલાળેલા ચણા અર્પણ કરવા. ત્યાર પછી સુતરના દોરાને વડમાં બાંધી અને સાત વખત પ્રદક્ષિણા ફરવી. ત્યાર પછી વટ સાવિત્રી વ્રતની કથા સાંભળવી. 

શું ન કરવું ?

વટ સાવિત્રીનું વ્રત કર્યું હોય ત્યારે પતિ પત્નીએ તામસીક વસ્તુઓ, માંસ, મંદિરાનું સેવન કરવું નહીં. આ દિવસે મહિલાઓએ કાળા ભૂરા કે બ્લુ કપડાં પહેરવા નહીં સાથે જ કોઈને અપશબ્દ પણ કહેવા નહીં. 

વ્રતનું મહત્વ

કહેવાય છે કે વટ સાવિત્રીનું વ્રત કરવું ખૂબ જ મહત્વનું છે. આ વ્રતના તપના કારણે જ સાવિત્રી પોતાના પતિ સત્યવાનનો જીવ યમરાજ પાસેથી પણ પરત લાવી હતી. આ વ્રત કરવાથી વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles