fbpx
Monday, November 25, 2024

પાલક આખા શરીરની ગંદકીને દૂર કરશે, આ રીતે ઘરે જ બનાવો ડિટોક્સ ડ્રિંક

હાઈ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર પાલક સ્વાસ્થ્ય માટે ખુબ સારી છે અને તે બોડી ડિટોફિકેશ્નનું કામ કરે છે. શરીર માટે પાલકના ઘણા લાભ છે. તે ન માત્ર તમારી ઇમ્યુનિટીને મજબૂત કરે છે પરંતુ શરીરના ટિકોક્સિફિકેશનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 

તેમાં વિટામિન સીની માત્રા હોય છે, જે ઇમ્યુન સિસ્ટમ અને સ્કિન હેલ્થ બંને માટે ખુબ જરૂરી છે. તે ત્વચાને સ્વસ્થ રાખે છે અને શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે. તે હાર્ટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને આંખોના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. 

આ સિવાય પાલક પેટ માટે પણ ખુબ સારી હોય છે. પાલક શરીરમાં ડિટોક્સિફિકેશનનું કામ કરે છે. ડિટોક્સિફિકેશનથી ઘણી બીમારીનો ખતરો ઓછો થાય છે. આવો જાણીએ પાલકથી બનેલી ડિટોક્સ ડ્રિંક્સ વિશે.

પાલક અને એપલ સ્મૂધી

પાલક અને એપલની સ્મૂધી બોડી ડિટોક્સ કરવાની સાથે વેટ લોસમાં પણ ઉપયોગી છે. તેને બનાવવા માટે 1 કપ તાજી પાલક, 1 સફરજનનો ટુકડો, 1 કપ નાળિયેર પાણી અને એક નાની ચમચી મધ લો. આ સામગ્રીને બ્લેન્ડરમાં નાખી સારી રીતે બ્લેન્ડ કરી લો. આ સ્મૂધી ન માત્ર શસીર ડિટોક્સ કરે છે, શરીરમાં ઉર્જા પણ પ્રદાન કરશે.

પાલક અને કાકડીનું ડિટોક્સ ડ્રિંક

આ ડિટોક્સ ડ્રિંકને બનાવવા માટે 1 તાજો કપ પાલક, 1 કાકડી, 1 લીંબૂનો રસ, 1/2 ઇંચ આદુ અને 1 કપ પાણી લો. આ સામગ્રીને બ્લે્ન્ડરની મદદથી ક્રશ કરી લો અને ગાળી લો. આ ડ્રિંક શરીરને હાઇડરેટ કરે છે અને ડિટોક્સિફિકેશનમાં મદદ કરે છે.

પાલક અને આદુનું જ્યૂસ

પાલક અને આદુનો જ્યૂસ પાચન માટે ખુબ સારો છે. તેને બનાવવા માટે એક કપ પાલક, 1 ગાજર, 1 ઇંચ આદુ, 1 સંતરાની છાલ, 1/2 કપ પાણી લો. આ બધી સામગ્રીને બ્લેન્ડરની મદદથી ક્રશ કરી લો.

પાલક અને નાળિયેર પાણી

તેને બનાવવા માટે 1 કપ તાજી પાલક, 1 નાળિયેર પાણી, 1 નાની ચમચી લીંબુનો રસ અને 1 નાની ચમચી મધ લો. આ બધી સામગ્રીને બ્લેન્ડરમાં નાખી સારી રીતે બ્લેન્ડ કરી લો. આ ડ્રિંક શરીરને તાજગી અને હાઇડ્રેશન પ્રદાન કરે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles