fbpx
Thursday, January 9, 2025

આ ઝાડ છે પ્રોટીનનું પાવરહાઉસ, તેમાં છુપાયેલ છે અનેક રોગો માટેનો રામબાણ ઉપચાર

લગભગ દરેક વ્યક્તિને લીલા શાકભાજી ગમે છે. ખાસ કરીને ઉનાળામાં લોકો વધુ લીલા શાકભાજી ખરીદે છે અથવા રોપતા હોય છે. ઉનાળાની ઋતુમાં સરગવો લોકોને વધુ આકર્ષે છે. સરગવો એક મોસમી શાકભાજી છે અને તેના ફળ ઉનાળાની ઋતુમાં સૌથી વધુ જોવા મળે છે.

સરગવો જે સમગ્ર દેશમાં ડ્રમસ્ટિક અને અંગ્રેજીમાં મોરિંગા તરીકે ઓળખાય છે. તેના પાન અને શીંગમાંથી શાક બનાવી શકાય છે. તેનું શાક સ્વાદિષ્ટ હોય છે. તેના ઘણા આયુર્વેદિક ફાયદા પણ છે, જે ઘણા રોગો સામે લડવામાં અસરકારક છે.

સરગવાના  પાન વિટામિન્સ, એન્ટિઓક્સિડન્ટ્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન A, B1, B2, B6, C અને ફોલેટનો સૌથી સમૃદ્ધ સ્ત્રોત છે. તેમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક, આયર્ન અને ફોસ્ફરસ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

સરગવાના પાંદડા, ફૂલ અને શીંગ અનેક રોગો સામે લડવામાં અસરકારક છે. તેમાં મોટી માત્રામાં પ્રોટીન જોવા મળે છે. તે પાચન તંત્રથી લઈને કિડની, બ્લડ પ્રેશર, સ્નાયુઓ વગેરે સુધીના ઘણા રોગો સામે લડવામાં મદદ કરે છે. જેના કારણે પ્રાચીન સમયથી લોકો તેનો ઉપયોગ કરતા આવ્યા છે.

જોકે પીરિયડ્સ અને પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓએ ભૂલથી પણ સરગવાની શીંગનું સેવન ન કરવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન સરગવાની શીંગો ખાવાથી ગર્ભપાતનું જોખમ વધે છે. પીરિયડ્સ દરમિયાન તેનું સેવન કરવાથી દુખાવો વધી શકે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles