fbpx
Sunday, November 24, 2024

અજમાથી કંટ્રોલ થાય છે યુરિક એસિડ, કબજિયાતમાં પણ મળે છે આરામ

આજકાલની બદલતી જીવનશૈલીમાં યુવાથી લઈને અઘેડ વયના લોકો દરેક કોઈ લાઈફ સ્ટાઈલ સાથે જોડાયેલ બીમારીઓના શિકાર થઈ રહ્યા છે. યૂરિક એસિડમાં એક લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલ ગંભીર બીમારી છે. ઉલ્લેખનીય છે કે આ ગઠિયાનુ એક જટિલ રૂપ છે. જેમા શરીરમાં યૂરિક એસિડ ક્રિસ્ટલ જમા થઈ જાય છે. જે ખાસ કરીને સાંધાને પ્રભાવિત કરે છે. યૂરિક એસિડ શરીર દ્વારા પ્યુરીનને તોડવા પર બને છે.

જ્યારે શરીરમાં તેનુ લેવલ વધી જાય છે તો શરીરમાં શુગર, ગઠિયા, દિલ અને કિડની સાથે જોડાયેલ બીમારીઓની સંભાવનાઓ વધી જાય છે. આવામાં યૂરિક એસિડને લેવલને કંટ્રોલ કરવુ જરૂરી છે.

અજમાથી કંટ્રોલ થાય છે યૂરિક એસિડ

અજમો એક એવો મસાલો છે જે ઔષધીય ગુણોથી ભરપૂર છે.. તેનો કાઢો શિયાળામાં શરદી ખાંસીમાં ખૂબ અસરદાર માનવામાં આવે છે. બીજી બાજુ યૂરિક એસિડને પણ ઝડપથી કંટ્રોલ કરે છે.. અજમામાં રહેલા પોષક તત્વો જેવાકે આયરન, મૈગનીઝ, કેલ્શિયમ અને બાયોએક્ટિવ ગાઉટને ઠીક કરવામાં મદદ કરે છે. તેમા લ્યૂટિયોલિન, 3 એન બ્યૂટિલફથાલાઈડ અને બીટા સેલિંનીન યૌગિક જોવા મળે છે. જે લોહીમાં યૂરિક એસિડના સ્તર અને સોજાને ઓછો કરે છે.

યૂરિક એસિડ પેશેંટ આ રીતે કરે અજમાનુ સેવન

યૂરિક એસિડથી પીડિત દર્દીઓએ રોજ ખાલી પેટ અજમાનો પાણી પીવુ જોઈએ. સૂતા પહેલા એક ગ્લાસમાં એક ચમચી અજમો નાખીને તેને આખી રાત પલાળીને મુકી દો. સવારે આ પાણીને ગાળીને પી લો. આ ઉપરાંત અજમા સથે આદુને મિક્સ કરીને પણ ખાઈ શકો છો.

અજમાના સેવનથી આ પરેશાની પણ થશે દૂર

પેટની સમસ્યા – એસિડિટી અને કબજિયાતની સમસ્યાથી પરેશાન લોકો માટે પણ અજમો લાભકારી છે.

સાંધાના દુખાવામાં આરામ – જો જોઈંટ્સમાં ખૂબ વધુ દુખાવો છે તો તમે તેનુ સેવન કરો. અજમામા રહેલ એંટી ઈફ્લેમેટરી તત્વ અર્થરાઈટિસ સાથે જોડાયેલ સમસ્યામાં આરામ અપાવે છે.

સોજાથી કરે છે બચાવ – એંટી બેક્ટેરિયા ગુણોથી ભરપૂર અજમો બોડીમાં સોજાને ઘટાડે છે. સાથે જ આ શરદી ખાંસી જેવા વાયરલ ઈંફેક્શનથી પણ બચાવ કરે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles