વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો રાશિ પરિવર્તન કરીને રાજયોગ અને ત્રિગ્રહી યોગનું નિર્માણ કરતા હોય છે. જેનો પ્રભાવ તમામ રાશિઓના જાતકો પર પડે છે. અત્રે જણાવવાનું કે 12 જૂનના રોજ ધનના દાતા શુક્રએ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે જેના કારણે મિથુન રાશિમાં સૂર્ય, બુધ અને શુક્ર એમ ત્રણ ગ્રહોનો ત્રિગ્રહી યોગનો સંયોગ બન્યો છે. આ યોગના બનવાથી કેટલીક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે. જાણો કોણ છે તે લકી રાશિઓ….
મેષ
મેષ રાશિવાળા માટે ખુબ લાભકારી રહી શકે છે આ ત્રિગ્રહી યોગ. કારણ કે આ યોગ તમારી રાશિથી ત્રીજા ભાવમાં બની રહ્યો છે. આથી આ દરમિયાન તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. આ સાથે જ જે લોકોનું કામકાજ વિદેશ સાથે જોડાયેલું છે તેમને સારો એવો લાભ થઈ શકે છે. તમે કોઈ નવું કાર્ય પણ શરૂ કરી શકો છો. આ સમય દરમિયાન તમને ભાઈ બહેનનો સહયોગ મળશે. નોકરીયાતોને સારો લાભ મળી શકે છે. તમે એક નવો મુકામ મેળવશો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને કોઈ પરીક્ષામાં સફળતા મળી શકે છે.
મિથુન
ત્રિગ્રહી યોગનું બનવું એ મિથુન રાશિવાળા માટે શુભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી લગ્ન ભાવમાં બની રહ્યો છે. તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે. માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે. કોર્ટ કચેરીના મામલાઓમાં સફળતા મળશે. પરિણીત લોકોનું લગ્નજીવન શાનદાર રહેશે. વેપારીઓને સારો લાભ અને વેપારમાં ઉન્નતિ થશે તથા કોઈ અન્ય બિઝનેસમાં રોકાણ કરી શકો છો. આ સાથે જ અપરિણીતોને લગ્ન માટે પ્રસ્તાવ આવી શકે છે.
તુલા
તુલા રાશિવાળા માટે પણ ત્રિગ્રહી યોગ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના નવમ ભાવમાં બની રહ્યા છે. આથી આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. પ્રોફેશનલ લાઈફમાં શાનદાર તક મળશે અને ધન પ્રાપ્તિના નવા નવા રસ્તા મળશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. આ સાથે જ આ દરમિયાન તમે દેશ વિદેશની મુસાફરી કરી શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)