આજે જેઠની સંકષ્ટિ ચતુર્થી છે. હિન્દુ કેલેન્ડર અનુસાર, જેઠ માસની સંકષ્ટિ ચોથને અંગારકી સંકષ્ટિ ચોથ કહેવાય છે. દર માસમાં એક ચતુર્થી આવે છે. આ દિવસે ગણેશજી સાથે ચંદ્રની પૂજાનું વિધાન છે. આના વગર આ વ્રત અધૂરૂ હોય છે. આમ તો સંકષ્ટિ ચતુર્થીના દિવસે ચંદ્રોદય ખુબ મોડેથી થાય છે. આના કારણે વ્રતના ચંદ્રના ઉદય થવાની રાહ જોવી પડે છે.
સંકષ્ટિ ચતુર્થી 2024
25 જૂન મંગળવારના દિવસે 01.23AM પર સંકષ્ટિ ચતુર્થી શરુ થઇ જશે. જે 25 જૂન રાત્રે 11.10 સુધી રહેશે. ઉદય તિથિ અનુસાર સંકષ્ટિ ચતુર્થી 25 જૂનના રોજ ઉજવાશે.
સંકષ્ટિ ચતુર્થીનું મુહૂર્ત
સંકષ્ટિ ચતુર્થીના દિવસે સવારેથી લઇ બપોરે 2.23 સુધી શ્રવણ નક્ષત્ર છે. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં 4.05AMથી 4.45AM સુધી અને અભિજીત મુહૂર્ત 11.56AMથી બપોરે 12.52 સુધી છે.
સંકષ્ટી ચતુર્થીના દિવસે ચર-સામાન્ય મુહૂર્ત સવારે 08:54 થી સવારે 10:39 સુધી છે, લાભ-ઉન્નતિ મુહૂર્ત સવારે 10:39 થી 12:24 સુધી અને અમૃત-સર્વોત્તમ મુહૂર્ત બપોરે 12:24થી 02:09 PM સુધી છે.
સંકષ્ટી ચતુર્થી 2024 ચંદ્ર અર્ઘ્ય સમય
જે લોકો 25 જૂને સંકષ્ટી ચતુર્થી વ્રત રાખશે, તેઓ રાત્રે 10:27 વાગ્યા પછી જ ચંદ્રને અર્ઘ્ય આપી શકે છે. આ રાત્રે ચંદ્રોદય 10:27 PM પર થશે. સંકષ્ટી ચતુર્થીનું વ્રત ચંદ્ર અર્ઘ્ય વિના પૂર્ણ નહીં થાય કારણ કે ચંદ્ર ભગવાનને ગણેશના આશીર્વાદ પ્રાપ્ત થયા છે.
સંકષ્ટી ચતુર્થી વ્રતનું મહત્વ
સંકષ્ટી ચતુર્થી એટલે પરેશાનીઓનો નાશ કરનારી ચતુર્થી. જે વ્યક્તિ સાચા હૃદયથી ઉપવાસ કરે છે અને વિધિ પ્રમાણે ભગવાન ગણેશની પૂજા કરે છે. ભગવાન ગણેશ તેમની મુશ્કેલીઓ દૂર કરે છે, તેમના જીવનમાં શુભતા આપે છે અને તેમના કાર્યમાં સફળતા લાવે છે. ગણેશજી વિઘ્નોનો નાશ કરનાર છે, તેઓ પોતાના ભક્તોને કોઈપણ મુશ્કેલીમાં છોડતા નથી.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)